Posts

                                                    સહિષ્ણુતા - એક માત્ર વિકલ્પ                                                                            -  પ્રવીણ  ક. લહેરી છેલ્લાં સમયથી સમગ્ર વિશ્વમાં હિન્દુઓ પ્રત્યે નફરત અને ધૃણાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે ૧૨૦થી અધિક દેશોમાં વસતા ભારતીય મૂળના લોકોએ લગભગ દરેક દેશમાં ધંધા-ઉધોગમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સફળતા પાછળ ઈર્ષા ન આવે તો જ નવાઈ, હકીકતમાં આમ જ બની રહ્યું છે. અમેરિકામાં તમામ અન્ય રાષ્ટ્રોમાંથી આવેલા અમેરિકી નાગરિકો અને પેઢીઓથી અમેરિકામાં વસવાટ કરનારા અમેરિકનો કરતાં માથાદીઠ સરેરાશ આવક વધારે ધરાવતા ભારતીયોની ઈર્ષા કરનારા એ સમજતા નથી કે હિન્દુઓ અગાઉની નાનમ ત્યજીને તમામ પ્...
                                                        માનવી કેટલો સ્વતંત્ર ?                                                                        - પ્રવીણ  ક. લહેરી માનવ જીવન અંગે સૌથી મહત્વની ચર્ચા એ છે કે માનવીની જે ઈચ્છા છે કે તે સ્વતંત્ર છે કે તે અનેક કારણોથી ઘેરાયેલી છે. બર્ટ્રાન્ડ રસેલ રસેલ દ્વારા ૧૯૩૫માં એવું કહેવામાં આવ્યું હતું કે સ્વતંત્ર ઈચ્છા, કર્મ અને ભાગ્ય દ્વારા ઘડાયેલી નિયતિ એ બંને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય છે. રસેલના કહેવા પ્રમાણે સમાજનો એક વર્ગ એમ માને છે કે આપણે સારા ઉછેર દ્વારા સંતોનોમાં ગુણાનો વિકાસ કરી શકીએ છીએ અને ધાર્મિક શિક્ષણ આ માટે ઉપયોગી છે. તેઓ માને છે કે ધાર્મિક ઉપદેશ સારા પરિણામો લાવે છે અને નૈતિક જીવન જીવવા માટેની સલાહ સાંભળનાર વ...
                                                                   માધવસિંહ સોલંકી                                                                               - પ્રવીણ  ક. લહેરી ગુજરાત રાજ્યની સ્થાપના બાદ અનેક મંત્રીમંડળો રચાયા પણ આજે પણ કોઈ શ્રી માધવસિંહભાઈના ૧૯૮૦-૮૫ ના મંત્રીમંડળની યાદી વાંચે તો તે નિઃશંકપણે કહી શકે કે તે મંત્રીઓ ગુજરાતના પીઢ, અનુભવી સફળ અને જાણકાર આગેવાનો હતા. આવી મજબૂત ટીમ સાથે શ્રી માધવસિંહભાઈએ જે ઝડપથી ગુજરાતમાં અનેક ક્ષેત્રે પરિવર્તનો આણ્યા તેનું મૂલ્યાંકન કરીએ ત્યારે ખ્યાલ આવે કે શૂન્યમાંથી સર્જન કોને કહેવાય? શ્રી માધવસિંહભાઈનું વ્યક્તિત્વ ભાતીગળ હતુ. વિશાળ વાંચન, ઊંડું ચિંતન, વાસ્તવિકતા સાથે...
                                                                  માધવસિંહ સોલંકી ગુજરાતના જાહેર જીવન પર જે વ્યક્તિઓએ અમીટ છાપ છોડી છે તેમાં શ્રી માધવસિંહભાઈ સોલંકીનું નામ અગ્રીમ યાદીમાં સામેલ થયું છે. ‘સોલંકી યુગ’ એ એક પુત્રનું પિતૃતર્પણ છે. ગુજરાતમાં ઈ.સ. વર્ષ ૯૪૦ થી વર્ષ ૧૦૪૪ સુધી ચાલ્યો હતો. સોલંકી વંશને ચાલુક્ય વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુસ્તકનું શિર્ષક એટલે સાર્થક છે કારણ કે તા.૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ જન્મેલા અને તા.૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અવસાન પામેલા શ્રી માધવસિંહ સોલંકીએ તેની ૯૩ વર્ષની જીવનયાત્રામાંથી ૬૦ કરતાં વધારે વર્ષો રાજકારણમાં વિતાવ્યા હતાં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીપદે ચાર વખત આરૂઢ થનાર શ્રી માધવસિંહે ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. ગરીબો અને વંચિતોના વિકાસની સાથે તેમની સત્તામાં ભાગીદારી સુનિશ્ચિત કરવામાં તેમણે અહ્‌મ ભૂમિકા નિભાવી હતી. વર્ષ ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર અન...
                                        સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ                                                                     - પ્રવીણ  ક. લહેરી ૧૪મી નવેમ્બર ૧૮૮૮ના રોજ અલ્હાબાદ મુકામે જન્મેલા જવાહરલાલ નહેરુ જાણીતા વકીલ શ્રી મોતીલાલ નહેરુના પુત્ર હતા. ઇંગ્લેન્ડમાં હેરો અને કેમ્બ્રીજમાં અભ્યાસ કર્યા બાદ તેઓએ લંડનમાંથી બૅરિસ્ટરની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. મોતીલાલ નહેરુ માટે તેમનો પુત્ર તેમના જેવી જ વકિલાત કરીને અઢળક ધન કમાય તેવી અપેક્ષા હતી પરંતુ મોતીલાલ નહેરુ આઝાદીના આંદોલનમાં પ્રવૃત્ત થયાં અને મહાત્મા ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારબાદ અને મોતીલાલ નહેરુના સમગ્ર પરિવાર ઉપર મહાત્મા ગાંધીના વિચારધારાની ખૂબ મોટી અસર રહી. મોતીલાલ નહેરુનો પરિવાર પાશ્ચાત્ય ઢબે વૈભવી રીતે જીવતો...
                                             ભારતીય રાજકારણ : ત્યારે અને અત્યારે                                                                  - પ્રવીણ  ક. લહેરી ભારતના આઝાદીના આંદોલન દરમિયાન અનેક લોકોએ મહાત્મા ગાંધીના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ જે. વી. ક્રિપ્લાલાણી, સીતા રમૈયા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, વિનોબા ભાવે, ર્ડા. વી. સી. રોય, ર્ડા. જીવરાજ મહેતા, પી. સી. સેન, વિગેરે. નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીમાંથી પ્રેરણા લઈને દેશ સેવા માટે પોતાની આઈ.સી.એસ.ની કારકીર્દીને ફગાવી દીધી હતી, પરંતુ સમય જતાં તેઓ ગાંધીજીની અહિંસાના કડક આલોચક બન્યા, અંગ્રેજ સરકારને થાપ આપીને અફઘાનિસ્તાન, રશિયા એમ લગભગ ૫૭૦૦ માઇલનો જોખમી પ...
                                                જહૉન કેનેડીની હત્યાનું રહસ્ય-૨                                                                      - પ્રવીણ  ક. લહેરી કોઈપણ ગુન્હો બને ત્યારે તેની તપાસ કરનાર વ્યક્તિ સૌ પ્રથમ એક પ્રશ્ન પૂછે છે કે આ ગુન્હાનો લાભાર્થી કોણ છે ? આ કિસ્સામાં લાભાર્થી તો ખુદ પ્રમુખ જોન્સન છે. પરંતુ પ્રમુખ બનેલા જોન્સન સામે આંગળી ચિંધવાની કોઈની હિંમત નહોતી. જો કે વર્ષો પછી અમેરિકાની રિપબ્લિક પાર્ટીના રિચાર્ડ નિકસન આ ગોઝારી ઘટનાના થોડા દિવસ પહેલાં ડલાસ આવ્યા હતા અને ત્યાં તેમણે કરેલી કામગીરી શંકાસ્પદ ગણાય તેવી હતી. કેનેડીની હત્યા બાદ તેઓ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે ટેલીફોન ઉપર થયેલી વાતનો રેકર્ડ દર્શાવે છે કે કૌભાંડ સમયે તેમણે જે ક્યુબા સામે અમેરિકાએ કરેલા હુમલા માટેનું...