ન્યાયતંત્રના પડતર કેસોના નિકાલ માટેના જરૂરી પગલાંઓ પ્રવીણ ક. લહેરી આપણા સૌની સહિયારી ચિંતા છે કે ભારતમાં ન્યાયપ્રક્રિયા અતિશય ધીમી હોવાથી પાંચ કરોડ પડતર કેસો સાથે વિશ્વમાં આપણી છાપ બગડી રહી છે. આ માટે જુદા જુદા કારણો આપીને એક બીજા પર દોષારોપણ કરવાના બદલે ચોક્કસ પગલાંઓ લઈએ તો એક જ વર્ષમાં આપણને સંતોષકારક પરિણામો મળશે તેમાં શંકા રાખવા જેવું નથી. સૌથી પ્રથમ તો ૩૦ થી કે તેથી વધારે વર્ષ જૂના અને ૨૦ કે તેથી વધારે જૂના કેસોની સંપૂર્ણ યાદી બનાવી ઈન્ટરનેટ પર મૂકી સ્પષ્ટ જાણ કરવી જોઈએ કે વિવાદી-પ્રતિવાદી, ફરિયાદી કે આરોપીએ આ કેસોના નિકાલ માટે પૂર્ણ સહકાર આપવાનો છે. વકીલોએ પણ આ કેસોમાં મુદત ન માંગતા તેના શીધ્ર નિકાલમાં સહયોગ આપવાનો છે. દરેક જજ કે મેજિસ્ટ્ર્ેટ એક માસમાં ૨૦ વર્ષથી જૂના પાંચ-પ...
Posts
Showing posts from January, 2023
- Get link
- X
- Other Apps
ન્યાયમાં વિલંબ અન્યાય બરાબર છે. - પ્રવીણ ક. લહેરી આપણું બંધારણ ન્યાય મેળવવાના નાગરિકના હક્કને તેનો એક મુળભૂતથ અધિકાર ગણે છે. ગમે તે પ્રકારની સરકાર હોય નાગરિકને સરકારી કામકાજમાં ઉપેક્ષા, વિલંબ, કિન્નાખોરી કે અન્યાયનો અભાવ થવાની સંભાવના સદૈવ રહેલી છે. જ્યારે કોઈપણ નાગરિક તેના હક્કથી વંચિત રહે અથવા કાયદા હેઠળના કરાર કે અધિકારો ભોગવી ન શકે ત્યારે તેને ન્યાયતંત્રના દરવાજે દસ્તક દેવાનો પ્રસંગ આવે છે. સરકાર કોઈને નિમણૂક કે પેન્શન આપવામાં અન્યાય કરે, પતિ-પત્ની કે પુત્ર દ્વારા ભરતપોષણ આપવાનો ઈન્કાર થાય, કરાર મુજબ બીજો પક્ષ પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાય, કોઈના પર ઈન્ડીયન પીનલ કોડ - ભારતીય ફોજદારી દ્વારા હેઠળ ગુન્હાહિત કૃત્ય થાય અ...
- Get link
- X
- Other Apps
શહેરીકરણ : આકર્ષણ અને સમસ્યાઓ-૨ - પ્રવીણ ક. લહેરી શહેરીકરણના જેટલાં પ્રબળ આકર્ષણો છે તે સામે તેટલી જ વિકરાળ સમસ્યાઓ છે. આ સમસ્યાઓના કારણે માનવજાત માટે અનેક બાબતોએ પડકારો ઉભા થયાં છે. અનેક તજજ્ઞો આપણને શહેરીકરણ નિયંત્રિત કરવા સલાહ આપે છે પણ નગરખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે ? ૧. સામાજિક એકાકીપણું : શહેરોની રચના અને વ્યવસ્થા એવા છે કે જેમાં માનવી અને પ્રકૃતિનો સંબંધ સાવ નહીંવત્ થઈ જાય છે. ગગનચૂંબી મકાનો વચ્ચે શહેરીજન નથી તો સૂર્યોદય, સુર્યાસ્ત, ચાંદની, ઋતુઓ, હવા કે આાકાશના તારાઓનો વૈભવ માણી શકતો નથી. તેને પોતાના કૃત્રિમ પ્રકાશવાળા, વાતાનુકૂલિત કમરા...
- Get link
- X
- Other Apps
શહેરીકરણ : આકર્ષણ અને સમસ્યાઓ - પ્રવીણ ક. લહેરી આઝાદી સમયે ભારતની ૮૦ ટકા જેટલી પ્રજા ગામડાંઓમાં વસતી હતી. મહાત્મા ગાંધીએ સાચું ભારત ગામડાંઓમાં વસે છે તેમ કહ્યું હતું. તેમના અભિપ્રાય મુજબ ભારત કૃષિ પ્રધાન દેશ છે. ૭૫ વર્ષ અગાઉ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું પ્રદાન ૭૦ ટકા હતું તે આજે સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં માત્ર ૨૦ ટકા રહ્યું છે. તેના પર ગુજરાન કરતી વસ્તીની ટકાવારી ૫૫ ટકા છે. આજે આપણે જે રીતે વિકાસની વ્યાખ્યા કરી છે તેમાં પાકા અને વિવિધ સગવડો ધરાવતાં મકાનો, વિશાળ રસ્તાઓ, ઝડપી વાહન વ્યવહારની સવલત, નળ દ્વારા જળ, ફલશ પદ્ધતિના જાજરૂઓ, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા, અદ્યતન તબીબી સારવાર, સારા પગારની રો...