Posts

Showing posts from February, 2023
                         ગુજરાતના આદિવાસીઓના મૂકસેવક ડૉ. નવનીત ફોજદાર                                                                         પ્રવીણ ક. લહેરી મારા ૭૮ વર્ષના જીવનમાં અનેક વ્યક્તિઓનો પરિચય થયો. બહુરત્ના વસુંધરામાં આપણને અનેક વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય થતો હોય છે. આવી વ્યક્તિઓમાંથી આપણા મન પર અમીટ છાપ મૂકી જાય તેવી કોઈ અસાધારણ વ્યક્તિનું નામ નક્કી કરવું હોય તો મને નિઃશંક રીતે આદિવાસીઓની સેવામાં જીવન અર્પણ કરનાર ડૉ. નવનીતભાઈ ફોજદાર નામ પસંદ કરવું ગમે. હા, સંભવ છે કે આપણામાંથી મોટાભાગના ડૉ. નવનીત ફોજદારના નામથી અજાણ હશું. આ ડૉકટરે ન તો પૈસા કમાવાની ઈચ્છા રાખી, ન તો કોઈ પ્રસિદ્ધિની ખેવના રાખી, ન તો કોઈ માન-સન્માન તરફ નજર રાખી, તેમના માટે તો માત્ર અને માત્ર આદિવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી તે જ જીવનનો ઉદ્દ...
                                         મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે ?                                                                           પ્રવીણ ક. લહેરી ‘‘એક પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીની હત્યા કરી, છાતી સાથે લાશ રાખી દૂર ફેંકી દીધી’’ એક અન્ય ‘‘પિતાએ પોતાની ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું.’’ એક વૈશ્વિક કંપનીના અધિકારીએ નશામાં ધૂત થઈને એર ઈન્ડિયાના બીઝનેસ કલાસમાં સહપ્રવાસ મહિલા પર પેશાબ કર્યો’’ ‘‘ગો ફર્સ્ટની ફલાઈટ ૫૫ મુસાફરોને એરપોર્ટ પર છોડી સામાન જમા કરાવેલા અને બોર્ડિંગ પાસ સાથે રાહ જોતાં છોડીને ઉડાન ભરી લીધી’’ ‘‘વ્યાજખોરના ત્રાસના કારણે ભયભીત પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કર્યો.’’ ‘‘મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓને રેગીંગ દ્વારા ચિત્ર-વિચિત્ર પ્રકારની હરક...
                                                         બજેટ-૨૦૨૩-૨૪                                                                ભાગ-૨                                                            પ્રવીણ ક. લહેરી કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ની વિશેષતા એ છે કે ઘણાં વર્ષો બાદ બજેટની સાથે સરકારની અગ્રતા અને અભિગમ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે ૭ સિદ્ધાંતો રજૂ કર્યાં છે. જેને ‘સપ્તઋષિ’ શિર્ષક આપ્યું છે. અગાઉની સમાજવાદી સમાજરચના, ગરીબી નિવારણ, ઝડપી આર્થિક વિકાસ, ઉદારીકરણ, નિકાસવૃદ્ધિ જેવા શબ્દપ્રયોગોને બદલે સરકારે તેમના લક્ષ્ય તરીકે ‘સપ્તઋષિ’ દ્વારા સૌન...
                                                     બજેટ - ૨૦૨૩-૨૪                                                                         પ્રવીણ ક. લહેરી કવિ હરિન્દ્ર દવેની ક્ષમાયાચના સાથે આપણે એમ કહી શકીએ કે બજેટ તો હંમેશાં સારું જ હોય છે, સૌની અપેક્ષ વધારે પડતી હોય છે. બજેટ એ સરકારના વાર્ષિક હિસાબો - આવક-જાવકનું પત્રક છે. આ હિસાબોની વિગતમાં લાખો માણસોને ન તો રસ પડે કે ન તો પૂરી સમજણ પડે. આમ છતાં ૧લી ફેબ્રુઆરીએ સવારે ૧૧-૦૦ વાગે ટેલીવિઝન જોવાવાળાની સંખ્યા દર વર્ષે નવા વિક્રમો સર્જે છે. નાણાંમંત્રીનું બજેટ પ્રવચન સાંભળવાની ઈન્તેજારી ચરમસીમાએ હોય ત્યારે વિશ્લેષકો પોતાના જ્ઞાનના પ્રદર્શન અર્થે ચર્ચાઓમાં નિતનવા વિધાનો કરતાં રહે. આ ચર્ચાથી સામાન્ય નાગરિકને સ્પષ્ટતા મળવાની વાત તો...