Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 124
                         ગુજરાતના આદિવાસીઓના મૂકસેવક ડૉ. નવનીત ફોજદાર                                                                         પ્રવીણ ક. લહેરી મારા ૭૮ વર્ષના જીવનમાં અનેક વ્યક્તિઓનો પરિચય થયો. બહુરત્ના વસુંધરામાં આપણને અનેક વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય થતો હોય છે. આવી વ્યક્તિઓમાંથી આપણા મન પર અમીટ છાપ મૂકી જાય તેવી કોઈ અસાધારણ વ્યક્તિનું નામ નક્કી કરવું હોય તો મને નિઃશંક રીતે આદિવાસીઓની સેવામાં જીવન અર્પણ કરનાર ડૉ. નવનીતભાઈ ફોજદાર નામ પસંદ કરવું ગમે. હા, સંભવ છે કે આપણામાંથી મોટાભાગના ડૉ. નવનીત ફોજદારના નામથી અજાણ હશું. આ ડૉકટરે ન તો પૈસા કમાવાની ઈચ્છા રાખી, ન તો કોઈ પ્રસિદ્ધિની ખેવના રાખી, ન તો કોઈ માન-સન્માન તરફ નજર રાખી, તેમના માટે તો માત્ર અને માત્ર આદિવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી તે જ જીવનનો ઉદ્દ...