Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 67
                                         સુશાસનનું પ્રતિક : એન્જેલા મૅકર્સ                                                                                       પ્રવીણ ક. લહેરી દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ પરાજિત જર્મનીના બે ભાગ પડ્યા. બર્લિનના આંશિક પ્રદેશ સાથે પૂર્વ જર્મની પર સોવિયેટ રશિયાના સામ્યવાદી અંકુશ હેઠળ શાસન સ્થપાયું જે ૧૯૪૫ થી ૧૯૯૦ ૪૫ વર્ષ ચાલ્યું. પશ્ચિમ ભાગનું જર્મની સાથી રાષ્ટ્ર્‌ો અમેરિકા, ગ્રેટ બ્રિટન અને ફ્રાંસના અંકુશ હેઠળ બર્લિનને બદલે બોન શહેરમાં રાજધાની રાખી ફૅડરલ રિપબ્લિક ઑફ જર્મની ૧૯૪૯માં અસ્તિત્વમાં આવ્યું. ૧૯૮૯-૯૦માં બર્લિનની દિવાલ તૂટી અને જર્મનીનું એકીકરણ થયું. જર્મન ભૂમિ પરથી રશિયા હટી ગયું અને સાથી રાષ્ટ્ર્‌ોના લશ્કરી થાણાઓ સાથે જર્મની એક થયું. દ્...