Posts

Showing posts from July, 2025
                                        ભારતીય મૂળના વિદેશ વસતા લોકોની વિશેષતાઓ                          - પ્રવીણ ક. લહેરી સામાન્ય રીતે જ્યારે સ્થાનિક  જગ્યાએ મુશ્કેલીઓ વધે, પરિવારનું ભરણપોષણ પણ શક્ય ન બને અથવા તો વ્યક્તિના મનમાં પરદેશ ખેડીને ધનવાન બનવાની તાલાવેલી જાગે ત્યારે સ્થળાંતર કરી વ્યક્તિ કે પરિવાર વિદેશની વાટ પકડે છે તે હકીકત આપણે સૌએ  જોઈ છે. સેંકડો વર્ષોથી ભારતીયો સમુદ્રમાર્ગે આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝ, મોરેશ્યસ, માલદીવ, ઈન્ડોનેશિયા,  દક્ષિણ પૂર્વના રાજ્યોમાં ગયા છે ત્યાં સ્થાયી થયા છે. દક્ષિણ પૂર્વના દેશોમાં ભારતીય મૂળના લોકોએ સામ્રાજ્ય પણ સ્થાપ્યા હતાં. વર્ષ ૧૯૪૮ માં ‘કેપ ઓફ ગૂડ હોપ’ દક્ષિણ આફ્રિકામાં પહોંચીને મુંઝાયેલા વાસ્કો ડી ગામના ત્રણ વહાણો કરતાં ઘણો ભવ્ય નથી. ભારતીય દ્વિકલ્પ ત્રણ દિશામાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. ભારતીય લોકો સ...
                                                          દલિતો પર અત્યાચારો                                                                                 - પ્રવીણ ક. લહેરી આઝાદીના ૭૮ વર્ષ અને બંધારણના ૭૫ વર્ષ  બાદ આપણા માટે સૌથી મોટી શરમજનક બાબત હોય તો તે દલિતો સામે થતો અન્યાય, તેમનું શોષણ, તેમની સતત થતી માનહાનિ અને અમાનવીય વલણ અને વ્યવહાર,  સવારે અખબાર હાથમાં લઈએ અને વાંચવા મળે કે દલિત વરરાજાના ઘોડાપર બેસી વરઘોડો કાઢવાના કારણે દલિતોની મારપીટ  થઈ, કોઈ શાળામાં દલિત વિદ્યાર્થીને દૂર અલગ બેસાડી શિક્ષણ આપવાને બદલે તેમનામાં આત્મવિશ્વાસ ડગી જાય તેવી વર્તણૂક કરવામાં આવી. અનુસૂચિત જાતિની મહિલા પર બળાત્કાર, જાહેરમાં માનહાનિ અને વેઠપ્રથાન...
                                                        મોનો૫ોલી દ્વારા લૂંટ                                                                                  - પ્રવીણ ક. લહેરી                                          આજના અમેરિકા પ્રેરિત મૂડીવાદની અનેક ન સમજાય તેવી ખૂબીઓ છે. કહેવા ખાતર તો ગ્રાહક રાજા છે. આ રાજાને ભ્રામક જાહેરાતો, ખોટી જરૂરિયાતો પેદા કરવાની કળા અને લાલચો થકી તેને યેનકેન પ્રકારે લૂંટીને તેને સાવ નિઃવસ્ત્ર  કરી દેવાની તાકાત બહુરાષ્ટ્રીય કંપનીઓમાં છે. ભારતે તેના ઈતિહાસમાં ૧૮ મી અને ૧૯ મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ‘કં...
                                                          શિક્ષણનું વ્યાપારીકરણ                                                                              - પ્રવીણ ક. લહેરી          નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું અને રાજ્ય સરકારે ફી નક્કી કરનારી સમિતિની ભલામણો ધ્યાને લઈને મેડીકલ, એન્જિનિયર સહિત અનેક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ફી ની રકમ જાહેર કરી. આ રકમ એટલી જંગી જણાય છે કે ગરીબ અને નીચલા મધ્યમવર્ગને તે આંકડાઓ વાંચતા જ તમ્મર આવી જાય તો નવાઈ નહીં. ૧૯૮૦ ના દસકામાં અમેરિકામાં રોનાલ્ડ રેગન અને યુનાઈટેડ કિંગડમ્‌માં માર્ગરેટ થેચરના વડપણ હેઠળ મૂડીવાદનું વર્તમાન સ્વરુપ ઘડવાની શરુઆત થઈ. થેચર અને રેગનના અર્થશાસ્ત્રમાં નોંધપાત્ર માન્...