Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 156
                                            ઑકટોબર : એક આગવો ઐતિહાસિક મહિનો (૨)                                                                                      - પ્રવીણ ક. લહેરી ઑકટોબરનો અંતિમ દિવસ : એકત્રીસમી ઑકટોબર ૧૯૮૪ સુધી સરદાર સાહેબની જન્મજયંતિ તરીકે ઉજવાતો હતો. સરદારની સાચી જન્મ તારીખ કઈ છે તે કોઈ જાણતું નથી. પોતાની મેટ્રિકની પરીક્ષામાં ફોર્મમાં સરદારે જન્મ તારીખ સામે તા.૩૧ ઑકટોબર ૧૮૭૫ લખ્યું તે તારીખ સ્વીકારીને જન્મદિન મનાવીએ છીએ. સરદાર એક એવું વ્યક્તિત્વ છે જે ગુણોનો ભંડાર છે. તે આદર્શોમાં દૃઢ શ્રદ્ધા રાખે છે પણ સંજોગાનુસાર આદર્શ છોડીને વ્યવહારિક થવામાં સરદારે કદી ક્ષોભ કે સંકોચ અનુભવ્યો નથી. સરદારમાં નેતૃત્વના ઉમદા ગુણો છે પણ સાથે સાથે એક સૈનિક જેવી શ...