Posts

Showing posts from March, 2024
                                                                લક્ષ્યાંક                                                                          - પ્રવીણ ક. લહેરી ‘‘નિશાન ચૂક માફ, પણ નહીં નીચું નિશાન’’ આ ઉક્તિ આપણને જીવનમાં ઉન્નતિ કરવાનો સંકલ્પ કરવા પ્રેરણા આપે છે. આપણે જ્યારે પ્રવાસનો વિચાર કરીએ ત્યારે આપણે સૌ પ્રથમ ગંતવ્ય સ્થાન જે જગ્યાએ પહોંચવાનું છે તેનો વિચાર કરીએ છીએ. જે રીતે પહોંચવાનું સ્થળ કેન્દ્રમાં રાખી પ્રવાસની વિગતો નક્કી કરીએ છીએ તે જ રીતે જીવનમાં આપણે શું સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ ? જીવનની સફળતા શેમાં રહી છે ? કઈ વસ્તુ કે સ્થિતિ હાંસલ કરીને આપણે સંતોષનો ઓડકાર ખાઈ શકીએ ? આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના લોકો ખૂબ ડરીને, વિઘ્નોનો વિચાર કર...
                                                          આત્મવિશ્વાસ                                                                                - પ્રવીણ ક. લહેરી સમાજમાં દરેક વ્યક્તિ સફળ અને સુખી થવા ઈચ્છે છે. દરેક માણસને જીવનમાં સતત સુખની અનુભૂતિ થાય અને તેના કાર્યોની સફળતાથી તેમનો પ્રભાવ સૌ પર પડે તેવી આશા હોવી સ્વાભાવિક છે. જીવનમાં કે કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણી બાબતો જરૂરી છે. આ તમામ જરૂરિયાતોમાંથી આપણે સૌથી મહત્ત્વનો મુદ્દો પસંદ કરવાનો હોય તો તે છે આત્મવિશ્વાસ. આપણે જ્યારે કોઈપણ જવાબદારી સંભાળીએ છીએ કે કામ કરીએ છીએ ત્યારે તેમાં પ્રશ્નો તો સામે આવીને ઉભા રહેશે, અંતરાયો કામગીરી વિલંબ કરાવશે. સંજોગો એવા વિકટ થશે કે સફળ થવા માટે જે આ...
                                                   મોબાઈલ : વપરાશમાં વિવેક                                                                            - પ્રવીણ ક. લહેરી વિશ્વની સમગ્ર પ્રજા મોબાઈલ દ્વારા અરસપરસ સાથે સંકળાયેલી છે. સ્થળ અને અંતરના બંધનથી મુક્ત આ સગવડના કારણે આપણી કાર્યકુશળતા વધારવામાં સફળતા મળી છે. મોબાઈલ ફોન એક એવું નાનું પણ શક્તિશાળી સાધન છે જેના થકી આપણે અગણિત કામો ઝડપ અને ચોકસાઈથી કરી શકીએ છીએ. અગાઉના ફિચર ફોનથી ક્ષમતા મર્યાદિત હતી. આજે સ્માર્ટ ફોનથી અનેક કામો કરવાની તાકાત અચંબો પમાડે તેવી છે. મોબાઈલ ફોનની વિકાસયાત્રામાં ત્રણ મુદ્દાઓ પર સંશોધકોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સૌ પ્રથમ વોઈસ, પછી ડેટા અને પછી ફોટાઓ થકી મોબાઈલ ફોન દ્વારા આપણે મનોરંજન, નાણાંકી...