અતિતના ઓવારેથી - પ્રવીણ ક. લહેરી છેલ્લા છ માસમાં ‘ લોકડાઉન ’ અને ‘ અનલોક ’ શબ્દો આપણા જીવનમાં તાણા-વાણા જેમ વણાય ગયાં છે. ૧૯૭૦-૧૯૮૦માં ગુજરાતમાં પણ જનજીવન સાથે ફળસ્વરુપ ‘ કરફ્યુ ’ શબ્દ પણ જનજીવન સાથે અતૂટ રીતે જોડાયેલો હતો. જીવનની સામાન્ય ગતિવિધીઓને થંભાવી દીધી છે. લંકા પહોંચેલા હનુમાનજીએ સીતામાતાની મંજૂરીથી અશોકવાટિકામાં ફળાહાર કર્યો અને પછી તો અંજનીપુત્ર અને રાવણપુત્ર અને સૈનિકો વચ્ચે જે તુમુલ યુદ્ધ થયું ત્યારબાદ તે બગીચાની જે હાલત થઈ હતી તેવી સ્થિતિ આજે આપણા અર્થતંત્રની થઈ છે. ઘણું ઉજાડ્યા બાદ પણ કોરોનાના ફુંફાડા વધારે વ્યાપક અને વિષયમ થઈ રહ્યા છે. આપણે માટે એક બાજુ ભવિષ્યની ચિંતા ઘેરી બની છે અને બીજી બાજુ નવરાશની પળોમાં ભૂતકાળના સંભારણા સ્મૃતિપટ પર ગોરંભાયેલા આકાશના વાદળોની જેમ છવાયેલા રહે છે ત્યારે બેફામના શબ્દોનું સ્મરણ થાય છે ; ‘‘ મનને જોડે છે ભૂતકાળના સંભારણા. ના રહ્યો અસબાબ , કિન્તુ એનાં ભારણ રહી ગયાં. ’’ સમય એક એવી વસ્તુ છે કે જેને નથી લો...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 9