Posts

Showing posts from November, 2023
                                                   અકસ્માત અને આપધાત                                                      જીવ પર વધતું જોખમ                                                                                   - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં પોતાના બંગલા પાસે ચાલવા નીકળેલા ઔદ્યોગિક ગૃહના સંચાલકનું કૂતરાઓ પાછળ પડતાં કે અન્ય કારણસર પડી જતાં માથામાં ઈજા સાથે રક્તસ્ત્રાવ (હેમરેજ)ના કારણે આઘાતજનક રીતે દુઃખદ અવસાન થયું. શહેરોમાં જ નહીં પણ હવે તો ગામડાંઓમાં પણ રખડતાં ઢોરોને કારણે દરરોજ એક-બે વ્યક્તિઓના મોત અને ૧૦-૧૨ જ...
                                            મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે ? દરરોજ સવારે વર્તમાનપત્રો વાંચતા જ આપણને પ્રશ્ન થાય કે કેમ આવું થાય છે ? ગુન્હાહિત કૃત્યો, અકસ્માતો, બેફામ વાણી વિલાસ, હિંસા અને ક્રુરતાથી ભરેલા યુદ્ધો અને આત્મહત્યાઓની ઘટનાઓ આપણને વિહ્‌વળ કરી મૂકે છે. કોઈક કહેશે કે વિશ્વની વસ્તી ૮ અબજ છે. ભારતની વસ્તી ૧.૪ અબજ છે. તેમાં આવી ઘટનાઓ તો બનવાની. જ્યાં સુધી માણસમાં માયાનો પ્રભાવ છે ત્યાં સુધી મદ, મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા થકી પ્રેરિત અન્યને નુકશાન કરવાની વૃત્તિ ગુન્હાઓ કરવા માટે જવાબદાર છે. એક બાજુ માણસની પ્રકૃતિ સમૂહમાં રહેવાની છે તો બીજી બાજુ સમૂહમાં રહે છે તયારે વિવિધ પ્રસંગોએ તે પ્રેમને બદલે ધિક્કાર, સહયોગની જગ્યાએ વિરોધ અને સંવેદનાની જગ્યાએ ઉપેક્ષા સાથે અયોગ્ય વર્તન કરે છે. શિક્ષણ, સંસ્કાર, સામાજિક બંધનો, પરિવાર અને મિત્રો દ્વારા આપણે વ્યક્તિની વર્તણૂક સુધારી શકીએ છીએ. તેને સંયમ અને શાંતિ રાખવાની આદત વિકસાવવામાં મદદ કરી શકે છે. કમનસીબે આ...
                                                       સમાનતા અને જ્ઞાતિવાદ                                                                                    પ્રવીણ ક. લહેરી ‘‘ ભારતના કોઈપણ પ્રદેશમાં રાજ્ય કોઈપણ વ્યક્તિને,  કાયદા સમક્ષ સમાન ગણવાનો અથવા તો તેને કાયદાનું  સમાન રક્ષણ આપવાનો ઈન્કાર કરી શકશે નહીં. કોઈ નાગરીક સામે ફક્ત ધર્મ, જાતિ,જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહિ. રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂંક અંગેની બાબતમાં તમામ નાગરીકો માટે તકની સમાનતા રહેશે. કોઈ નાગરીક ફક્ત ધર્મ,જાતિ,જ્ઞાતિ,લિંગ,,કુળ, જન્મસ્થાન,નિવાસ અથવા એમાંના કોઈપણ કારણે રાજ્ય હેઠળની નોકરી કે હોદ્દા માટે અપાત્...