Posts

Showing posts from October, 2020
  એક અનોખી યાત્રા-પ્રેમથી શ્રેય સુધી                                                                                          - પ્રવીણ ક. લહેરી            કઠોપનિષદમાં પિતાના આદેશથી યમલોકના દ્વારે પહોંચેલા નચિકેતાના ત્રણ દિવસના ઉપવાસ અને ધીરજથી પ્રસન્ન થયેલ યમરાજે ત્રણ વરદાન આપ્યા ત્યારે નચિકેતાએ પિતાનો ક્રોધ શાંત થાય અને તેમણે યમગૃહે મોકલ્યાની વાતનું વિસ્મરણ થાય તે માંગ્યું. બીજા વરદાન થકી નચિકેતાનું નામ સ્વર્ગના અગ્નિ સાથે જોડી ‘‘ તત્ત્વને , મૂળ તત્ત્વ જે અગ્નિ અને વિજ્ઞાન છે , અગ્નિ થકી અમરત્વનો , બોધ ...
  કલા અને સંસ્કૃતિની જાળવણી   - પ્રવીણ ક. લહેરી           આ વર્ષે નવરાત્રિની ઉજવણી રંગેચંગે થશે નહીં. નોન-સ્ટોપ સંગીત સાથે ગવાતા પ્રાચીન અને અર્વાચીન ગરબા વિના ગુજરાતીઓને સૂનુંસૂનું લાગશે. કોરોનાનો પ્રશ્ન સ્થાનિક હોત કે ભારત પૂરતો જ મર્યાદિત હોત તો રસીયાઓ કદાચ નોન-રેસીડન્ટ ગુજરાતીઓ પાસે ગરબા રમવા માટે પહોંચી જાત તેવી ધારણા અસ્થાને નથી. વડોદરાના યુનાઈટેડ વેઝના ગરબા એટલે એક અદ્‌ભૂત આયોજન , આલ્હાદક વાતાવરણ , કલામાં પૂર્ણતાની ઉપાસના અને શિસ્ત-સંસ્કારથી ગુજરાતની ગરિમાને ચાર ચાંદ લગાડતો પ્રસંગને પણ ટી.વી. કે મોબાઈલમાં જૂના રેકોર્ડીંગમાંથી જોઈને સંતોષ માનવાનો રહેશે. ગરબાની મોસમ ખીલી ત્યારે સિનેમાવાળા પણ નવી ફિલ્મ રજૂ કરતાં સંકોચ પામે. ક્રિકેટની ઘેલછા પણ સાવ વિસરાય જાય. ગરબા હવે ગુજરાતના છે તેટલા જ વિશ્વના છે. ભારતના દરેક મોટા અને વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ નવરાત્રિનો નૃત્ય મહોત્સવ એક શક્તિશાળી ઓળખ બની છે. ‘‘ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ’’ એ પંક્તિ આપણને શક્તિ ઉપાસનાનું મહત્ત્વ સમજાવે છે. શિવ-શક્તિની આરાધનાનો આ અનેર...