સ્વદેશી અપનાવીએ તો કેમ ? પ્રવીણ ક. લહેરી આપણા આઝાદી સંગ્રામનું એક મહત્ત્વનું પાસુ બ્રિટીશ માલસામાનનો બહિષ્કાર કરી, વિલાયતી કપડાંઓની હોળી કરીને સામ્રાજ્યવાદીઓ દ્વારા થતું શોષણ રોકવા પ્રયત્નો થયા હતાં. આઝાદી બાદ સમાજવાદી સમાજરચના અને લાયસન્સ કવોટા પરમીટ રાજને કારણે ખૂબ થોડી વસ્તુઓ આયાત કરવાની છૂટ હતી આ ઉપરાંત આયાતી માલના કાળાબજારઅને દાણચોરીના દૂષણો વ્યાપક હતાં. ૧૯૯૦ના વૈશ્વિકરણ-ઉદારીકરણ બાદ આયાતો માટેની નીતિ ઉદાર થઈ, કસ્ટમ ડ્યૂટીમાં નોંધપાત્ર ઘટાડો થયો અને દેશની હુંડીયામણોની અનામત વધતી ચાલી જ...
Posts
Showing posts from April, 2022
- Get link
- X
- Other Apps
આત્મહત્યા - કારણો અને ઉપાયો પ્રવીણ ક. લહેરી આપણી દૃઢ માન્યતા છે કે લખ ચોરાસીના ફેરા બાદ જીવને આ દુર્લભ માનવદેહની પ્રાપ્તિ થાય છે. આપણે આ વાત સ્વીકારીએ કે નહીં તે ગૌણ બાબત છે. મહત્ત્વ એ હકીકતનું છે કે માનવદેહ એક અજાયબીભરી સંરચના છે. માનવજીવન અનેક સંભાવનાઓથી ભરેલું છે. ઈશ્વરે આપેલો આ અનોખો દેહ-શરીર, મન અનેક રીતે અનોખા છે. જીવન સાથે ભલે સુખ દુઃખની સાંકળ અવિભિન્ન રીતે જોડાયેલી હોય પણ જિંદગીની અનુભૂતિઓ, અનુભવો, હૂંફ, પડકારો અને પ્રયત્નોનો સરવાળો કરીએ ત્યારે જિંદગીની મજા અને મસ્તીનો અંદાજ આવે છે. ભારતમાં આજે સરેરાશ આવરદા ૭૦ વર્ષે પહોંચી ...
- Get link
- X
- Other Apps
‘‘ગુજરાતમાં ૨ વર્ષમાં ૧૫,૧૪૬ લોકોએ આત્મહત્યા કરી’’ - પ્રવીણ ક. લહેરી થોડા દિવસો પહેલા આપ સૌએ આ આંકડા વાંચ્યાનું યાદ છે ? આ આંકડાનું પૃથ્થકરણ કરીએ તો ગુજરાતમાં દર વર્ષે ૭૫૫૦ કરતાં વધારે લોકો, દરરોજ ૨૦ વ્યક્તિઓએ સંજોગાધિન પોતાની જિંદગી જાતે ટૂંકાવી મોતને વ્હાલુ કરે છે. આ વિગતો વાંચીને મારું મન વિહ્વળ થઈ ગયું છે. દેશ અને દુનિયામાં પ્રગતિશીલ ગણાતી ગુજરાતી પ્રજા, ગુજરાતની આર્થિક સમૃદ્ધિના આંકડાઓ અને સેવા-સંવેદનાની પરંપરાવાળા ગુજરાતમાં દરરોજ ૨૦ લોકો કેમ આપઘાત કરતા હશેે ? મેં આત્મહત્યાના પ્રશ્નનો ગુગલ પર અભ્યાસ કરવા પ્રયત્ન ક્યો. ગુગુલના આંકડા દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે સાત (૭...
- Get link
- X
- Other Apps
કૃષ્ણ પ્રશ્ન-૨ પ્રવીણ ક. લહેરી શ્રીમદ્ ભગવદ્ ગીતાચ મુળભૂત રીતે આપણા અદ્ભૂત મહાકાવ્ય ‘‘મહાભારત’’નો અંશ છે. કૌરવે-પાંડવના અઢાર ઐક્ષણી સૈન્યોની વચ્ચે મુંઝાયેલા અર્જુનને ધર્મ અને કર્મ, ભક્તિ અને જ્ઞાનની વિવિધ ધારણાઓ સાથે વિષ્ણુના આઠમા અવતાર પૂર્ણ પરમેશ્વર કૃષ્ણે આપેલો ઉપદેશ પ્રવર્તમાન સંજોગોમાં પણ પ્રસ્તુત છે. જીવન માત્ર એક જ આદર્શ મુજબ જીવવું મુશ્કેલ છે. દરેક પરિસ્થિતિ અનોખી હોય છે ત્યારે દ્વિધાના વમળમાં અટવાવા કરતાં વિવેકબુદ્ધિથી સત્ય જાણી તે મુજબ આસક્તિ અને સુખ દુઃખથી લાગણી અતિક્રમી ધ્યેય પ્રાપ્...