Posts

Showing posts from February, 2024
                                           મોબાઈલ ફોન : આશીર્વાદ કે અભિશાપ ?                                                                        - પ્રવીણ ક. લહેરી છેલ્લાં ૩૦૦-૩૫૦ વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનોલોજીના ઉપયોગથી માણસે અનેક નવા આવિષ્કારો કર્યાં છે. આ રીતે વિકસાવાયેલા નવા ઉપકરણોએ આપણી સંપૂર્ણ જીવનશૈલીમાં ક્રાંતિકારક પરિવર્તન આણ્યું છે. વીજ-ઉર્જાના ઉપયોગથી અનેક કામગીરીમાં સરળતા, સલામતિ અને કાર્યકુશળતા વધ્યા છે. કૅમેરાથી લેવાતી તસ્વીરો હોય કે સિનેમા હોય, તેમાંથી આગળ વધીને એક્સ-રે હોય, સિટી સ્કેન કે એમઆરઆઈ હોય ફોટોગ્રાફ થકી સ્મૃતિ જાળવવા ઉપરાંત સારવાર, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રોમાં ખૂબ મોટા ફેરફારો આવ્યા છે. સંદેશ વ્યવહારના સાધનો અને જળ, થળ કે આકાશમાં પ્રવાસ કરવા માટે સ્ટીમરો, મોટરકાર, બસ, ટ્...
                                              હિન્દુ ધર્મમાં વર્તમાનનું મહત્ત્વ                                                                       - પ્રવીણ ક. લહેરી વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓના અનેક અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. બેબીલોન, મીસર, ચીનમાં લોકોએ અવશેષોના નિર્માણમાં અને સાચવવામાં કાળજી કરી છે. મિસર (ઈજિપ્ત)માં તો મૃતદેહોની જાળવણી માટે મૃત શરીરમાં મસાલા ભરી, અનેક વસ્તઓ સાથે તેને વિશાળ પિરામીડોમાં સુરક્ષિત રાખવા માટે ભગીરથ પ્રયત્નો કર્યાં છે. પિરામીડો ખોલીને ઈતિહાસ સંશોધકોએ આ સઘળું નિહાળ્યું ત્યારે સૌ આશ્ચર્યચકિત રહી ગયા. એક પ્રાચીન સંસ્કૃતિની ઝીણામાં ઝીણી વિગતો પૂરાવા સહિત મળે ત્યારે ઈતિહાસના લેખનમાં કેટલી સરળતા રહે ? આ કાર્યમાં એક આશા છૂપાયેલી હતી. ઈશ્વર આ મૃતદેહોને નવજીવન આપશે. અનેક દેવ-દ...
                                       સનાતન/હિન્દુ ધર્મ ૫ુનઃ જાગરણનો સમય                                                                         - પ્રવીણ ક. લહેરી અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગે દેશના હિન્દુઓએ જે ઉત્સાહ દર્શાવ્યો, જે આનંદ પ્રગટ કર્યો, જે એકતાના દર્શન કરાવ્યા અને સ્વહિતની રક્ષા માટે જાગૃતિ દર્શાવી તેનાથી અનેક લોકો રાજી થયા છે. અનેકના મનમાં ફાળ પડી છે કે ધર્મ નિરપેક્ષતાનું શું થશે ? લઘુમતિઓના વિશેષાધિકારો અને ખાસ કરીને તૃષ્ટિકરણના કાયદાઓનું શું  થશે ? સમાન નાગરિક ધારો નિઃસંકોચ સ્વીકારવો પડશે કે કેમ ? આવા અનેક વિવાદો વચ્ચે સનાતન ધર્મ, મૂર્તિ પૂજા, મંદિરોનું નિર્માણ અને સંચાલન અંગે નકારાત્મક પ્રચારનો હવે જોરદાર સામનો થઈ રહ્યો છે. વિશ્વના ધર્મમાં સનાતન ધર્મ સૌથી ...
                                                                શ્રી રામ મંદિર                                                       પુનઃનિર્માણ અને પ્રાણ-પ્રતિષ્ઠા                                                                      - પ્રવીણ ક. લહેરી ‘‘રામસભામાં અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો’’ કવિ નરસિંહ મહેતાના ભજનની આ પંક્તિનો રસ આપણે સૌએ તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ચાખ્યો. શ્રી રામજન્મભૂમિ પર નવા મંદિરના નિર્માણની ઘટના ભારતના ઈતિહાસની એક અનન્ય અને અદ્‌ભૂત ઘટના છે. આપણા દેશ પર ઈસ્વીસન ...
                                                  વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪                                                    ૧૦મું અધિવેશન                                                              - પ્રવીણ ક. લહેરી વાઈબ્રન્ટ ગુજરાતનું અધિવેશનનું કેન્દ્રવર્તી સૂત્ર હતું : ‘‘ગેટ વે ટૂ ફયુચર : ભવિષ્યનું પ્રવેશદ્વાર’’ ભારતે જ્યો વર્ષ ૨૦૨૨માં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આહ્‌વાન કર્યું કે આગામી ૨૫ વર્ષના સમયગાળાની ઓળખ અમૃતકાળ તરીકે કરીને સ્વતંત્રતાની શતાબ્દિ વર્ષ ૨૦૪૭માં વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. કોરોનાના કહેર બાદ છેલ્લા ચાર વર્ષથી વિશ્વનું...