આપણું ભાતીગળ ભારત ભાગ-૨ - પ્રવીણ ક. લહેરી ભારત ભૂમિ ૫ર અનેક કવિઓએ ગીતો લખ્યાં છે. મનોજકુમારની ‘ઉપકાર’ ફિલ્મના અનેક ગીતો દેશપ્રેમથી ભરપૂર હોવાથી મનોકુમારને ‘મિસ્ટર ભારત’’નું ઉપનામ મળ્યું હતું. તે ફિલ્મના એક ગીતની પંક્તિઓઃ ‘‘જબ ચલતે હૈ ઈસ ધરતી હલ, મમતા અંગડાઈયાં લેતી હૈ. ક્યોં ન પૂજે ઈસ માટી કો, જો જીવન કા સુખ દેતી હૈ. ઈસ ધરતી પે જિસને જન્મ લિયા, ઉસને હી પાયા પ્યાર તેરા, યહાં અપના-પરાયા કોઈ નહીં હૈ, સબ પૈ માં, ઉપકાર તેરા.’’ ગુજરાતમાં કવિ કાન્તના કાવ્યની કડી : ઓ હિંદ ! દેવભૂમિ, સંતાન સૌ તમારા ! કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા ! હિંદુ, મુસલમાન : વિશ્વાસી પારસી, જિનઃ દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !’’ આવો ભારત દેશ અનેક અજાયબીઓ ધરાવે છે. પ્રવાસનક્ષેત્રે વર્ષોથી પ્રેમના પ્રતિક તરીકે વિશ્વમાં જાણીતા તાજમહેલનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 188