પર્યાવરણના પાંચ શત્રુઓ પ્રવીણ ક. લહેરી દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે તા.૫મી જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરીએ ત્યારે મનમાં ગ્લાની અને ચિંતાની તીવ્ર લાગણી થાય છે. શું આપણે ખરેખર પર્યાવરણના પ્રશ્નો અંગે સભાન છીએ ? શું આપણે પ્રદૂષણ થકી આપણી ભાવિ પેઢીના ભવિષ્યને જોખમમાં મૂકીને કુંભકર્ણ નિદ્રામાં પોઢી ગયા છીએ ? જે ઝડપથી ઋતુચક્ર પરિવર્તન થઈ રહ્યું છે અને આબોહવામાં અણધાર્યા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે આપણે અનેક સૂફીયાણી વાતો કરીએ છીએ. શું કરવું જરૂરી છે તેની યાદી પણ બનાવીએ છીએ. આપણા ઈરાદાઓ નેક હોય તો પણ આપણી જીવનશૈલી તો પર્યાવરણ માટે ઘાતક છે...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 103