Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 73
                                          વિકાસયાત્રામાં સૌનો સમાવેશ કેમ થાય ?                                                                                પ્રવીણ ક. લહેરી ૧૯૯૦માં શરુ થયેલી ઉદારીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રીયા બાદ આપણા અર્થતંત્રે મોટી હરણફાળ ભરી છે. સમાજવાદી સમાજરચનાના નામે લાયસન્સ કવૉટા પરમીટ રાજનું અસ્તિત્વ હતું. સરકારના લોખંડી નિયમનો, બીનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર અને બીનજવાબદાર તંત્રના કારણે દેશનો આર્થિક વિકાસ રૂંધાતો હતો. ભલુ થાય શ્રી નરસિંહરાવ અને ડૉ. મનમોહનસિંહનું કે જેમણે ભારતના હાથી જેવા અર્થતંત્રની બેડીઓ દૂર કરી તેને વિકાસના રસ્તે ગતિશીલ કર્યો. આ ચિત્રની એક બાજુ છે. આના સામે મૂડીવાદી વિકાસના દૂષણો આજે આપણી સામે છે. સમાજવાદ હોય કે મૂડીવાદ, ભ્રષ્ટાચારનો ભોરીંગ તો ...