લઘુ-કુટિર ઉદ્યોગોથી સ્ટાર્ટઅપની યાત્રા - પ્રવીણ ક. લહેરી આજે વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી થયેલા આર્થિક વિકાસમાં મશીનો દ્વારા થતાં જંગી ઉત્પાદનો અને અનેકવિધ સેવાઓના વ્યાપ સાથે ‘ઉત્પાદન અને સેવા’ એ કોઈપણ અર્થતંત્રના મહત્વના ક્ષેત્રો બન્યા છે. આપણા દેશમાં ૧૯૯૦ પહેલાં લાયસન્સ,પરમીટ, ક્વોટા રાજ હતું જેમાં મોટા મૂડીરોકણ માટે ભારત સરકારની મંજુરી આવશ્યક હતી. સાથે સાથે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ હતી. લઘુ ઉદ્યોગોને ઓછા વ્યાજની લોન અથવા ધિરાણ પર વ્યાજ સબસિડી, અમુક ઉત્પાદનો માત્ર લઘુ ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવેલ. લઘુ ઉદ્યોગોના ઉત્પાદનો સરકાર અને સરકારી નિગમોએ અગ્રતાના ધોરણે થોડો ઊંચો ભાવ હોય તો પણ ખરીદવાની જોગવાઈઓ હતી. ૧૯૯૦ પહેલાં જંગી મૂડીરોકાણ માટે જેટલા સરકારી અંકુશો અને અંતરાયો હતાં તેટલી જ સવલતો અને છૂટછાટ લઘુઉદ્યોગ, કુટિર ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને પ્રાપ્ત હતાં. ગુજરાતના ઔદ્...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 190