પ્રજ્ઞાચક્ષુઓના પર્થદર્શક : ડૉ. નિલકંઠરાય છત્રપતિ પ્રવીણ ક. લહેરી અંગ્રેજી ભાષાના કવિ જહૉન મિલ્ટનને સ્વર્ગ ગુમાવવું અને સ્વર્ગની પુનઃપ્રાપ્તિ જેવા ગ્રંથોના સર્જન સમયે જ આંખોની રોશની ગુમાવી પણ નાહિંમત થયા વિના તેમણે આ મહાકાવ્યો પૂર્ણ કર્યાં. આપણા દેશમાં અંધજન માટે પ્રજ્ઞાચક્ષુ શબદનો પ્રયોગ જ આપણું આગવું વલણ અને સમજણ ઉજાગર કરે છે. કવિ જહૉન મિલ્ટને અંધાપા અંગે કહ્યું હતું; ‘‘અંધાપો આવવો દુઃખ કે દયાપાત્ર થવા યોગ્ય નથી. અંધાપો ન જીરવવાની શક્તિ એ જ દુઃખ કે દયાપાત્ર છે.’’ ચાર વેદોના મૌખિક પાઠને ગ્રંથસ્થ કરનાર સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી પ્રજ્ઞાચક્ષુ હતાં. તેમના શિષ્ય અને જાણીતા સંસ્કૃત વિદ્વાન ડૉ. ગૌતમભાઈ પટેલ ગુરુજી સાથેના સંસ્મરણો વાગોળતા યાદ...
Posts
Showing posts from October, 2021
- Get link
- X
- Other Apps
ભાષા અને પરિવર્તન પ્રવીણ ક. લહેરી અંગ્રેજીની એક કહેવત છે કે; ‘તમે એક નદી બીજીવાર પાર નથી કરી શકતા’. નદીનો જળપ્રવાહ સતત વહેતો રહે છે. આપણે પાણીમાં પગ મૂકીએ ત્યારે તો ક્ષણ પહેલાંનું પાણી આગળ વહી જાય છે. ગતિશીલતા અને પળે પળે બદલવું તે નદીની પ્રકૃતિ છે, ધર્મ છે. આપણે બંધો બાંધીને પાણીને રોકી શકીએ. બંધથી નદીનો પ્રવાહ અટકે એટલે તે સરોવર બની જાય. ઘણી નદીનું મૂળ સરોવર છે તો અનેક નદીઓનો અંતિમ પડાવ પણ સરોવર છે. ભાષાની પ્રકૃતિ પણ નદ જેવી છે. શબ્દોની આવન-જાવનમાં ઝડપ છે. ક્યારે નવો શ...
- Get link
- X
- Other Apps
ગુજરાતના સામાયિકોનું ભવિષ્ય પ્રવીણ ક. લહેરી પરિવર્તન અનિવાર્ય છે. સૃષ્ટિના ચક્રનું સતત ફરતાં રહેવું અને ઉથલપાથલ થવી અને તેના થકી જૂનાનું વિસર્જન અને નવાનું સર્જન એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. એક કવિના કાવ્યમાં પરિવર્તનનો અનોખો મહિમા રજૂ થયો છે. ‘‘પરિવર્તનના ચક્ર પર માનવે ફરવું પડે.’’ બીજા શાયરે પરિવર્તન અંગે લખ્યું છે; ‘‘ઈચ્છા પૂર્તિ માટે પરિવર્તન કરવું પડે છે, પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે.’’ આજે પરિવર્તનની ઝડપ ખૂબ વધી છે. ટૅકનોલોજીએ આપણી જીવનશૈલી ધરમૂળથી બદલી નાંખી છે ત ઘટનાને ૨૫૦-૩૦૦ વર્ષ જ થયા છે. આપણી વચ્ચેની માહિતીની આપ-લે, જ્ઞાનયુક્ત માહિતીનું દસ્તાવેજી...