દિનચર્યા - ત્યારે અને અત્યારે - પ્રવીણ ક. લહેરી આપણી વૉટ્સઅપની દુનિયા નિરાળી છે. તેમાં વરિષ્ઠ નાગરિકો જે ૭૦-૮૦ વર્ષની ઉંમર પાર કરી ગયા છે. તેમના મનમાં અગાઉની અને હાલની પરિસ્થિતિના ખૂબ મોટા તફાવતની સરખામણી થતી રહે છે. હા, એક હકીકત છે કે વીસમી સદીના ઉત્તરાર્ધમાં (૧૯૪૫ થી ૨૦૦૦)ના સમયગાળામાં ટૅકનોલોજી આધારિત શોધખોળના કારણે અનેક સાધન સુવિધાઓનું નિર્માણ થયેલ છે જેની કલ્પના આજથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે કરવી પણ અશક્ય નહીં તો પણ ખૂબ મુશ્કેલ હતી. આ ફેરફારોની અસરો સિનીયર સિટીઝન માટે ખૂબ મહત્ત્વની છે. અગાઉની અગવડો દૂર થઈ છે અને અનેક સાધન-સુવિધા જીવનના અભિન્ન અંગ બની ગયા છે. દિનચર્યા એ આપણા જીવનની રોજિંદી ઘરેડનું બીજું નામ છે. સવારે ઊઠવાથી શરુ થતા કામો અને રાત્રે સૂતા સુધીમાં ે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેનો ઢાંચો ગો...
Posts
Showing posts from May, 2021
- Get link
- X
- Other Apps
સમાજનું દર્પણ : અખબાર - પ્રવીણ ક. લહેરી માણસ જાત માટે અનેક શોધ થઈ છે. તેમાં અખબારનું મહત્વ સવિશેષ છે. માનવીને તેમની આસપાસમાં અને હવે તો સમગ્ર વિશ્વમાં બનતી ધટનાઓ જાણવાની સહજિક વૃત્તિ રહેલી છે. ઈન્ટરનેટ અને અનેક સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ પરથી મહિતીનો વિસ્ફોટ થયો છે. આપણા કલાકોના કલાકો અનેકવિધ સંદેશા વાંચવામાં, વિવિધ દેવ-દેવીઓના દર્શન, વન્ય જીવનની જીવંત તસ્વીરો, સુભાષિત, ટૂચકાઓ, વાર્તાઓ, અભ્યાસ પૂર્ણ લેખો જોવામાં વ્યતિત થાય છે. આ વિપુલતા...