Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 14
  ફ્રાંસ અને ઈસ્લામ - પ્રવીણ ક. લહેરી         ઈ.સ.૧૭૮૯ થી ૧૭૯૯ ના દસકામાં થયેલી ફ્રાંસની ક્રાંતિને યુરોપ-અમેરિકામાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે ફ્રેંચ કાંતિના કારણે રાજાશાહી સામંતશાહી અને ધર્મગુરુની જોહુકમીનો અંત આવ્યો. મધ્યયુગના અંધકારમાં ‘‘ સ્વતંત્રતા , સમાનતા અને બંધુત્વના આદર્શના નારા સાથે માનવીય મૂલ્યોની સ્થાપના થઈ. માનવ-માનવી બને તે માટેના શ્રી ગણેશ થયા. અમેરિકાના બંધારણ પર તો તેનો પ્રભાવ ખરો જ પણ ભારત સહિત અનેક દેશો પર ફ્રેંચ ક્રાંતિની સ્વતંત્રતા , સમાનતા અને બંધુત્વની અસર છે. આ ત્રિવેણી સંગમમાંથી અનેક ચિંતકોએ પ્રેરણાના ૫ીયૂષ પીધા છે તે હકીકત છે.         ફ્રેંચ ક્રાંતિના અભ્યાસુઓ   તેની સફળતાનું વર્ણન કરે છે તે સાથે નિષ્ફળતાની યાદી પણ આપે છે. રાજા-રાણી , સામંતો અને નિર્દોષ લોકોના ગીલોટીન નીચે થયેલા શિરચ્છેદ નાદીરશાહની બર્બરતા જેવા જ હતા. એ સમય હતો. જ્યારે તલવાર કરે તે ન્યાયનું ચલણ હતું. ફ્રેંચ ક્રાંતિએ હિંસા થકી જે અરાજકતા સર્જી તેના કારણે ઉક્તિ બની કે ‘‘ ક્...