Posts

Showing posts from December, 2025
    રૂપિયાના અવમૂલ્યનને કેમ રોકી શકાય ?                                    - પ્રવીણ ક. લહેરી બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૭૨માં ગવર્નર જનરલ લોર્ડ મેયોના આદેશથી ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી યોજવામાં આવી હતી. હાલ આની વિગતો ઉપલબ્ધ નથી. ૧૮૫૭ માં મહારાણી વિકટોરિયાએ ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી વહીવટ લઈને સીધો બ્રિટિશ સરકાર હેઠળ મૂક્યો હતો. ૧૮૮૧ માં ભારતમાં જે વિગતવાર વસ્તી ગણતરી થઈ તેને પણ પ્રથમ વસ્તી ગણતરી માનવામાં આવે છે. આ કાર્ય લોર્ડ રિપન વાઈસરૉય હતા ત્યારે થયેલું. ત્યારબાદ દર ૧૦ વર્ષે છૂટીછવાઈ પ્રદેશવાર નહીં પણ સમગ્ર વસ્તીની ગણતરી કરવામાં આવી છે. અગાઉની વસ્તી ગણતરીમાં અનેક મુશ્કેલીઓ હતી. ત્યારે ઘરને નંબર આપવાની પ્રથા ન હતી. અનેક જગ્યાઓએ સમયસર પહોંચવું પણ શક્ય ન હતું. આદિવાસીઓ અને ખેડૂતો એક ગામમાં ન રહેતાં જંગલો અને સીમમાં રહેતા હતાં. આમ છતાં અનેક મર્યાદા વચ્ચે વસ્તી ગણતરીની જે કામગીરી થઈ છે તે આપણા માટે ભૂતકાળની સ્થિતિ સમજવામાં અતિ ઉપયોગી માહિતીનો ભંડાર છે. બંધારણ સભાએ ૧૯૪૮ માં ભારતમાં વસ્તી ...
                                   રૂપિયાના અવમૂલ્યનને કેમ રોકી શકાય ?                                                                     - પ્રવીણ ક. લહેરી     આઝાદી સમયે એક રૂપિયા બરાબર એક પાઉન્ડ અને સવા ડોલરની સ્થિતિમાંથી સ્વતંત્રતાના ૭૮ વર્ષમાં રૂપિયો સતત ગબડતો રહ્યો છે. આજે રૂા ૯૦.૫૮ બરાબર એક ડોલર અને રૂ઼. ૧૨૦.૯૫ બરાબર એક પાઉન્ડ છે ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે રૂપિયાનું અવમૂલ્યન કેમ રોકી શકાય ? સાથે સાથે વિશ્વનું ચોથા ક્રમનું આપણું વિશાળ અર્થતંત્ર કઈ રીતે મજબૂત બની રૂપિયાને પણ વિશ્વબજારમાં એક વિશ્વસનીય ચલણ બનાવી શકે. રૂપિયાના મૂલ્યમાં સુધારણા કરવાની જવાબદારી એકમાત્ર સરકારની નથી પણ સૌ નાગરિકોની સહિયારી ફરજ છે. ઘણાં વર્ષોથી આપણે ત્યાં આયાતનું પ્રમાણ નિકાસ કરતાં વધારે હોવાથી વ્યાપાર ખાધ (ટ્રેડ ડેફિસીટ) રહે છે. ...
                                                  મુની શ્રી સંતબાલજી                                                                     - પ્રવીણ ક. લહેરી  સ્વામી બ્રહાનંદે સંતનો મહિમા ગાતા લખ્યું છેઃ “સંત પરમ હિતકારી, જગતમાંહી સંત પરમ હિતકારી..........’’ ત્રીગુનાતીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી જગતમાંહી “ સંતોનું જીવન ત્યારે ધન્ય બને છે જ્યારે તે પોતાના મોક્ષની ચિંતા છોડીને સમષ્ટિના કલ્યાણમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દે છે. આપણામાં દ્રઢ માન્યતા છે : “સરોવર, તરુવર, સંતજન ને ચોથો વરસે મેહ પરમાર્થ કરવા કાજે એ ચારે ધર્યો દેહ.’’ અનેક વ્યક્તિઓ દીક્ષા કે સન્યાસ લીધા પછી મથામણ અનુભવે છે કે મારા આત્માના શ્રેય કરતાં સમગ્ર માનવજાત માટે તપ કરવું તે વધારે સંતોષપ્રદ છે ? વર્ષ ૧૯૩૨ માં મહાત્મા ગાં...
                                          ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુંઝવણ-૨                પ્રવીણ ક. લહેરી સવારે અખબારના ૫ાનઓ ખોલીએ અને નજર સમક્ષ અનેક પ્રકારના સમાચારો આવે. દુનિયામાં ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી આવી છે, બની રહી છે અને બનતી રહેશે. આ સમાચારોની ભરમારમાંથી અમુક સમાચારોના શિર્ષકો વાંચતા જ આપણા સંવેદન તંત્રને ચોટ પહોંચે અને આપણા મુખમાંથી શબ્દો સરી પડે; ‘‘શું થયું આ વહીવટી તંત્રને ? આચ રહ્યા આવા દર્દજનક શિર્ષકો ? કોઈક તો અમારું સાંભળો ? મજબૂર મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું, અમારા બાળકો ભૂખે મરે છે, અનાજ પણ મળતું નથી.’’ અધિકારી સમક્ષ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની ફરિયાદ, હોસ્ટેલમાં મારે ભોજન બનાવવું પડે છે, પાણી બહારથી લાવીએ છીએ.’’ ‘‘સિલીકોસિસથી મૃત્યુ પામેલ કામદારો માટે સરકારનું સોગંદનામું હાઈકોર્ટે ફગાવ્યું.’’ ૨૧.૮૦ લાખ ખેડૂતોએ અરજી કરી, માત્ર ૧.૩૮ લાખને સહાય મળી મંજૂરી’’ ‘‘સરકારે ઠરાવ કર્યાના પાંચ મહિને પણ આદિજાતિ વિદ્યાર્થીઓ શ...