Posts

Showing posts from October, 2026
          એક બહુમુખી પ્રતિભા - શ્રી ક. મા. મુનશી                                                                                                                              - પ્રવીણ ક. લહેરી સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ ૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા થયેલી પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે પ્રતિભાવ આપતા શ્રી કનૈયાલાલ મુનશીએ જણાવ્યું હતું કે, ‘જો સરદાર પટેલ ન હોત તો આપણી આંખો આ પુનઃનિર્માણ કરેલ મંદિર જોઈ શકી ન હોત.’   શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેઓ કે. એમ. મુનશીના નામે જાણીતા હતા. તેમનું જીવન એ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે ખૂબ મહત્વનું છે. તારીખ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચ મુકામે જન્મેલા અને ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ મુંબઈ ખાતે તેમન...
                                                      ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ                                                                             - પ્રવીણ ક. લહેરી વર્ષ ૧૯૬૦ માં ૧ મે કે જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ત્યારે ભૌગોલિક રીતે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતનું  શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, ઉધોગ ધંધા માટે મુંબઈ ઉપર અવલંબન હતું. અનેક લોકોએ આગાહી કરી હતી કે મુંબઈ વિનાનું ગુજરાત પ્રગતિ  સાધવામાં પાછળ રહેશે. આવી આગાહી કરનારા એ ભૂલી ગયા હતા કે ગુજરાતીઓના લોહીમાં જ સાહસવૃત્તિ રહેલી છે.  ગુજરાત જયારે મુંબઈથી છૂટું પડ્યું ત્યારે ઔધોગિક વિકાસમાં ગુજરાતનો ક્રમાંક ૮મો હતો.  આજે ગ...
                                         ભારત અને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને પડકારો                                                                          - પ્રવીણ ક. લહેરી ભારતના બંધારણમાં ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે. આજે દેશને આઝાદી મેળવ્યાને ૭૯ વર્ષ થયા છે, છતાં ૧૪૮ કરોડની વસ્તીમાંથી અંદાજે ૨૫ થી ૩૦ કરોડ લોકો નિરક્ષર હોવાનો અંદાજ છે. સાક્ષરતા અને નિરક્ષરતાનો સાચો આંકડો આગામી વર્ષે થનાર વસ્તી ગણતરી બાદ મળશે, પરંતુ એક વાત નક્કી છે કે એશિયાના આપણા કરતા નાના અને સંસાધનો રહિત દેશોએ આ ક્ષેત્રમાં ખૂબ નોંધપાત્ર કામ કર્યું છે. ડૉ. મનમોહન સિંહની સરકાર વખતે ભારતીય બંધારણમાં સુધારો કરીને શિક્ષણના અધિકારનો મૌલિક અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો...