ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ

                                                                            - પ્રવીણ ક. લહેરી

વર્ષ ૧૯૬૦ માં ૧ મે કે જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ત્યારે ભૌગોલિક રીતે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતનું  શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, ઉધોગ ધંધા માટે મુંબઈ ઉપર અવલંબન હતું. અનેક લોકોએ આગાહી કરી હતી કે મુંબઈ વિનાનું ગુજરાત પ્રગતિ  સાધવામાં પાછળ રહેશે. આવી આગાહી કરનારા એ ભૂલી ગયા હતા કે ગુજરાતીઓના લોહીમાં જ સાહસવૃત્તિ રહેલી છે.  ગુજરાત જયારે મુંબઈથી છૂટું પડ્યું ત્યારે ઔધોગિક વિકાસમાં ગુજરાતનો ક્રમાંક ૮મો હતો.  આજે ગુજરાત ત્રીજા ક્રમાંકે છે. પરંતુ વર્ષો માથાદીઠ મૂડીરોકાણમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે અને નિકાસમાં પણ દેશની કુલ નિકાસના ૨૬% હિસ્સા સાથે પ્રથમ રહ્યું છે. 

ગુજરાતના ઔધોગિક વિકાસ માટે તમામ રાજકીય પક્ષો અને આગેવાનોએ સાતત્યપૂર્ણ નીતિનો અમલ કર્યો છે. ડૉ. જીવવરાજ મહેતા અને ડો. બળવંતરાય મહેતાના સમયમાં ભારતના પૂર્વ ઉધોગ અને વેપાર મંત્રી શ્રી મનુભાઈ શાહના નેતૃત્વ હેઠળનું ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની શરૂઆત કરવામાં આવી. મુંબઈથી ઉધોગકારોને ગુજરાત આવવા માટે આકર્ષણરૂપ નજીકમાં વાપી મુકામે ૧૯૬૬-૬૭માં પ્રથમ તબક્કો વિકસાવવામાં આવ્યો છે. આજે વાપી ૩૦૦૦ કરતાં વધારે એકમો સાથે ધમધમતું એશિયાનું મહત્વનું ઔધોગિક કેન્દ્ર બન્યું છે. ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસને  જરૂરી પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ગુજરાત નાણાંકીય નિગમ અને ગુજરાત લઘુ ઉધોગ નિગમની સ્થાપના કરવામાં આવી હતી.  ત્યારબાદ ગુજરાત નિકાસ  કોર્પોરેશ, ગુજરાત મીનરલ કોર્પોરેશન વિગેરેની સ્થાપના કરવામાં આવી.  ધૂવારણ   મુકામે થર્મલ પાવર સ્ટેશનની સ્થાપના કરી. ગુજરાતની તત્કાલીન વીજ જરૂરિયાત જરૂરિયાત  સંતોષવા શ્રી એચ. એમ. પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

વર્ષ ૧૯૭૭માં દેશમાં જનતા સરકાર આવતા લઘુ અને કુટીર ઉધોગો માટે ખાસ અગ્રતા આપવામાં આવી હતી. ૧૯૭૭ની ઔધોગિક નીતિ હેઠળ દરેક જિલ્લામાં જિલ્લા ઔધોગિક કેન્દ્ર સ્થાપીને એક જ જગ્યાએથી ઉધોગ સાહસિકને તમામ સવલત મળે તે માટે સક્ષમ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના ગતિશીલ ઉધોગ કમીશ્નર શ્રી વિઠ્ઠલે ઉધોગમાં રોકાણકર્તાનાં નાના-મોટા અનેક પ્રશ્નો તાત્કાલિક અને સચોટ રીતે ઉકેલવા માટે  ૈંહઙ્ઘેજિંૈટ્ઠઙ્મ ઈટીંહર્જૈહ મ્ેિીૂે (ૈદ્ગડ્ઢઈટંહ્વ) સ્થાપના કરી. આ તંત્રની જવાબદારી ટેકનીકલ અને મેનેજમેન્ટનું ખૂબ સારું જ્ઞાન ધરાવતા ડો. જયનારાયણ વ્યાસે સંભાળી. ઇન્ડેક્ષ-બીનું મોડલ એટલું સફળ રહ્યું કે લગભગ દેશના તમામ રાજ્યોએ આની નકલ એક યા બીજા નામે કરી. ડો. જયનારાયણભાઈએ ઉધોગકારોના નાના-મોટા પ્રક્ષો ઉકેલવા ઉપરાતન ઉધોગિક  નીતિ નિર્ધારણમાં અને તુલનાત્મક માહિતી એકત્ર કરીને ગુજરાત માટે જે જે તકો હતી તે ઓળખીને તે દિશામાં નકકર  કામ કર્યું હતું. દાખલા તરીકે સુરતનો હીરા ઉધોગ અને અલંગનો શીપ બ્રેકીંગ યાર્ડ. આવા તુલનાત્મક અભ્યાસનું પરિણામ છે તેમ કહી શકાય.  આજે અર્થતંત્રમાં આ બે ઉધોગોનું ખાસ મહત્વ છે. 

ભારત સરકારે ૧૯૮૦થી પછાત જિલ્લાઓમાં મૂડીરોકાણ કરનારને રોકડ સહાય આપવાનો અભિગમ અપનાવ્યો. રાજ્યોએ પણ પોતાના પછાત વિસ્તારોમાં રોકડ સહાય અને સેલટેક્ષ મુકિત અભિગમ અપનાવ્યો. આના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દેશ-વિદેશમાંથી ખૂબ મોટા મૂડી રોકાણો આવ્યા. આ પ્રોત્સાહનોને કારણે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ અને દવા ઉધોગમાં ઉડીને આંખે વળગે તેવી પ્રગતિ કરી શકી. ૧૯૮૦ પછી ૧૯૮૬માં પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે ઉધોગો સાથે વિસ્તૃત પરામર્શ કરીને તેમના ૧૬૦૦થી વધારે સૂચનો બારીકાઈથી તપાસીને જે નીતિ ઘડી તેને ગુજરાતને ઔધોગિક વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરવામાં મદદ કરી તેમ કહું તો તેમાં કશી અતિશયોક્તિ નથી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલના ૧૯૯૪માં થયેલા અકાળ અવસાન બાદ વર્ષ ૨૦૦૦ સુધી રાજ્યમાં ૬ વર્ષમાં પાંચ મુખ્ય પ્રધાનો નીમાયા અને ૧૯૯૮ થી ૨૦૦૧ સુધીના કેશુભાઈ પટેલના શાસનકાળ દરમિયાન બે વાવાઝોડા અને મહાભયંકર ભૂકંપે ગુજરાતના અર્થતંત્ર ઉપર ખૂબ મોટા પ્રહારો કર્યા. આના કારણે ગુજરાતના અર્થતંત્રમાં પીછેહઠ થઈ અને અગાઉનો વિકાસ રૂંધાયો હતો. 

આવા સમયે તારીખ ૮મી ઓકટોબર ૨૦૦૧નાં રોજ શ્રી કેશુભાઈના સ્થાને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ  મોદીએ ગુજરાતનાં રાજ્યના શાસનની ધુરા સંભાળી. કમનસીબે ૨૦૦૨માં થયેલા કોમી તોફાનો બાદ ઉધોગ જગતમાં ગુજરાતમાં મૂડીરોકાણ કરવું કે કેમ? તેની દ્વિધા ઉત્પન્ન થઈ હતી. આનાથી વિપરીત રાજ્ય સરકારે ઉધોગો પ્રતિ એક નવો અભિગમ અપનાવ્યો. વર્ષ ૨૦૦૩ના ઓકટોબરમાં રાજ્યમાં મૂડીરોકાણ કરેલા ૧૨૦૦ જેટલા મોટા ઉધોગકારોને ટાગોર હોલમાં બોલાવી તેમની સાથે સમજૂતી કરી, આ માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેંકડો ઉધોગકારોને સામેથી ફોન કરી નિમંત્રણ અપતા સેમિનારનું વાતાવરણ ખૂબ ઉષ્માભર્યું અને જીવંત બન્યું હતું. આગામી ૩ થી ૫ વર્ષમાં કોણ કેટલું મૂડી રોકાણ કરશે? તે બાબત સમજૂતી કરાર કર્યા. આ સમગ્ર પ્રસંગને વાયબ્રન્ટ ગુજરાતનું નામાભિધાન આપવામાં આવ્યું. ત્યારબાદના વર્ષોમાં વાયબ્રન્ટ ગુજરાતની બ્રાન્ડ રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક બની. આજે એ ઘટનાને ૨૩ વર્ષ થયા છે, અને વાયબ્રન્ટ ગુજરાત દ્વારા થયેલી કામગીરીની તટસ્થ મૂલ્યાંકન કરવાનો સાંજે સુવર્ણ અવસર છે. એક વાત નકકી છે કે વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતના ઔધોગિક ક્ષેત્રનો કેવો મોટા કાયાકલ્પ થયો છે કે જેના કારણે ગુજરાત આજે ઔધોગિક વિકાસમાં અનેક માપદંડોમાં અગ્ર સ્થાને છે. એક અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે પક્ષીઓ ઘટાદાર હરિયાળા વૃક્ષો ઉપર જ માળા બાંધે છે તેમ મૂડી રોકાણકારમાં જ્યાં સૌથી વધારે સાનુકૂળતા હોય અને વળતરની મહત્તમ સંભાવના હોય ત્યાં જ તે મૂડી રોકાણ કરે છે. ગુજરાત આજે મૂડી રોકાણકારોની પસંદગીનું સ્થળ છે. તાજેતરમાં ેજિંૈટ્ઠઙ્મ જીીદ્બૈર્ષ્ઠહઙ્ઘેષ્ઠર્િં ઉધોગ હોય કે છિૈંકૈષ્ઠૈટ્ઠઙ્મ ૈંહિીંઙ્મઙ્મૈખ્તીહષ્ઠી ની વાત હોય,  ગુજરાત સૌ માટે આગવું આકર્ષણ ધરાવે છે. છેલ્લા ૨૩ વર્ષમાં ૧૧ જેટલા વાયબ્રન્ટ ગુજરાતનાં સંમેલનો થયા. ૨૦૦૦ થી ૨૦૧૦નાં  ગાળામાં એટલા બધા વિદેશી પ્રતિનિધિઓ ગુજરાત આવવા માંગતા હતા કે ગાંધીનગરનાં મહાત્મા ગાંધી મંદિરની ૩૦૦૦ બેઠકો પણ અપર્યાપ્ત હતી. વિશ્વમાં એક આગવી છાપ ઊભી કરનાર વાયબ્રન્ટ ગુજરાતનું  મૂલ્યાંકન કરવું તે સહેલું નથી, પરંતુ તટસ્થ મૂલ્યાંકન કરીશું તો જ આપણને ભવિષ્યમાં શું કરવું કે ન કરવું તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે.

Comments

Popular posts from this blog