Posts

Showing posts from June, 2023
                                       માનસિક તણાવ : નિવારવાના ઉપાયો                                                                       - પ્રવીણ ક. લહેરી સમાજમાં માનસિક તણાવના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને માનસિક તણાવ દૂર કરવાના ઉપાયો કરીએ તે આજના સમયની તાતી જરૂરિયાત છે.  સૌથી પ્રથમ આપણે એ વાત સમજવી જોઈએ કે મનમાં આવતાં વિચારો જ્યારે નિરાશા, ચિંતા કે વિહ્‌વળતા પેદા કરે ત્યારે અખાપણે સજાગ થઈને આવા નકારાત્મક વિચારોને રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ચિંતાપ્રેરક વિચારો ધીમે ધીમે ખૂબ તીવ્રતા પકડે છે. એક તબક્કો એવો આવે છે કે વ્યક્તિનો વિચારો પર અંકુશ રહેતો નથી. ખાસ કરીને એકલવાયી વ્યક્તિ, અંતર્મુખી વ્યક્તિ, અતિ ઊંચી મહત્ત્વકાંક્ષાવાળી વ્યક્તિ, શોષિત અને અપમાનિત વ્યક્તિ...
                                                               માનસિક તણાવ : કારણો                                                                                    - પ્રવીણ ક. લહેરી આરોગ્યની વ્યાખ્યા કરતાં આયુર્વેદમાં તનની સ્વસ્થતા સાથે પ્રસન્ન મનનો પણ સમાવેશ કર્યો છે. વર્તમાન યુગમાં માણસ અગાઉના સમય કરતાં અનેક સગવડો ભોગવી રહ્યો છે. સંપર્ક, પ્રવાસ, મનોરંજન, ભોજન, પહેરવેશ, મકાનો, વાહનો અંગે તેની ઈચ્છાઓ તત્કાલ પૂરી થાય તે માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. એક રીતે જોઈએ તો આટલી સુખ-સુવિધા હોય તો સૌ માણસોમાં આનંદ, સંતોષ અને ઉત્સાહની લાગણી આઠે ય પ્રહર હોવી જોઈએ. આપણે માનીએ છીએ કે આપણી ઈચ્છાપૂર્તિ આપણને સુખનો અહેસાસ કરાવે છે. ભગવાન ...
                                                   લોકડાઉનમાં એકાંતયાત્રા                                                          (એક અવલોકન)                                                                              - પ્રવીણ ક. લહેરી સવારે ઉઠવું, ચા-પાણી કરવા, છાપાં વાંચવા, પ્રાતઃકર્મ પૂજા અર્ચના કરી તૈયાર થઈને કામ પર જવું, ધંધો કે નોકરી સતત ૮ થી ૧૨ કલાક અને ક્યારેક તો ૧૬ થી ૧૮ કલાક ફરજ બજાવવી. સાંજે કે મોડી રાત્રે ઘરે પરત આવવું, જમવું અને કંટાળા સાથે ટી.વી. જોવું કે નિંદ્રાધીન થવું. આવી જીવનની રફતારમાં એક વાતનું અદકું ...
                                                       હળવે હળવે વાંચીએ તો                                                        વાસ્તવિકતા સમજીએ                                                                     - પ્રવીણ ક. લહેરી નવરાશ એ દૈત્યનું રહેઠાણ છે. મને તો નિવૃત્તિના ૧૮ વર્ષથી ફુરસદ જ છે. તેથી સૌની ચિંતા કરું છું. આપણા વહીવટીતંત્રના ઘણાં વરિષ્ઠ અધિકારીઓ પાસે ચાર-પાંચ ચાર્જ રહે છે. આના કારણે અધિકારીઓનું સ્વાસ્થ્ય ચુસ્ત-દુસ્ત્ર નથી રહેતું. આવું શા માટે હશે ? થોડા આડાઅવળા વિચારો પ્રસ્તુત છે : મોટા સાહેબો પોતાનું વજન પડે તે માટે જર...