Posts

Showing posts from May, 2024
                                             ૨૬મી મે - અમારા માટે અનેરો દિવસ                                                                              - પ્રવીણ ક. લહેરી આજથી બરાબર ૧૦ વર્ષ પહેલાં આ તારીખે સાંજે નવી દિલ્હીના રાષ્ટ્ર્‌પતિ ભવનના પ્રાંગણમાં ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમતિ સાથે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે નવી સરકારની રચના થઈ હતી. આ દિવસ ઈતિહાસમાં ‘મોદી યુગ’ના પ્રારંભ દિન તરીકે અંકિત થયો છે. ૨૦૨૪ની ચૂંટણીના પરિણામોની પ્રતીક્ષા સમગ્ર વિશ્વ ઇન્તેજારીથી કરી રહ્યું છે. જનાદેશ ભારતનું ભાવિ નક્કી કરશે. જ્યારે તા.૨૬ મે ૨૦૧૪માં મોદી સરકારની સોગંદવિધી થઈ રહી હતી ત્યારે મારો પરિવાર મારા પિતાશ્રી કનુભાઈ લહેરીની જન્મશતાબ્દી વતન રાજુલામાં ઉજવી અમદાવાદ પરત આવી રહ્યો હતો. આ બંને ઘટનાઓ...
                                                        ‘‘ચાલો નડીઆદ’’                                                                        - પ્રવીણ ક. લહેરી ખૂબ ઝડપથી પરિવર્તન પામતા આજના સમયમાં એક બાજુ વિરાસત અંગે જાગૃતિ વધતી જાય છે તો બીજી તરફ વિરાસતના સંરક્ષણ અને સંવર્ધન અંગે સરકાર અને સમાજમાં જે ઉપેક્ષા થઈ રહી છે તે ચિંતાનો વિષય છે. ઘણીવાર આપણે ફરિયાદ કરીએ છીએ કે શહેરના ધમાલીયા જીવનથી કંટાળીને શનિવાર-રવિવાર કે અન્ય રજામાં પરિવાર સાથે ક્યાં ફરવા જવું ? શહેરી જીવનશૈલીથી કંટાળેલા હજારો લોકો સાબરકાંઠાના જંગલમાં એકસાથે જવા લાગતાં સરકારે તેની સંખ્યા નિયંત્રીત કરવી પડે છે. ઑકટોબરથી જૂન સુધીના સમયમાં સિંહદર્શન માટે ગીરમાં જે ભીડ ઉમટે છે તે માટે સફારીની ટ્રિપો પર અંકુશ મૂકવ...
                                       પ્રોજેક્ટ ‘‘સાક્ષર ભૂમિ’’ નડીઆદ                                                            - પ્રવીણ ક. લહેરી ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ વિવેચકોએ યુગોમાં વહેંચી રાખેલ છે. સર્જનને કોઈ ચોગઠામાં બંધ બેસાડવાની ક્રીયા મને અનાવશ્યક અને ભૂલભરેલી લાગે છે. કોઈક કાળખંડમાં થયેલા સર્જનોની સામ્યતા શોધી તેને સુધારક, સાક્ષર (પંડિત) કે ગાંધીયુગના નામો આપવાથી સર્જનના મૂલ્યાંકનમાં શું લાભ થાય તે પણ મને સમજાયું નથી. ૧૭૫ વર્ષ પહેલાં એક અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર કિનોક ફાર્બસે વઢવાણથી કવિશ્રી દલપતરામ સાથે સહયોગ કરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલનું નામ ગુજરાત વિદ્યાસભા) સ્થાપી ભાષા-સાહિત્યના વિકાસ માટે જે વ્યવસ્થા કરી તે સમય ગુલામીનો, શોષણનો, અસમાનતાનો, અંધશ્રદ્ધા અને વહેમોનો હતો. આવી સામાજિક સ્થિતિમાં સુધારણા લાવવા માટે કવ...
                                          કચ્છ : વિકાસના માર્ગે કે પ્રગતિના પંથે                                                                  - પ્રવીણ ક. લહેરી ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત અને આંતરરાષ્ટ્ર્‌ીય અર્થશાસ્ત્રની શિબિરો, સંશોધનો અને પુસ્તકોમાં જેમના નામની નોંધ લેવાય છે તેવા શ્રી પ્રવીણ વિસારીઆનું ૯મું સ્મૃતિ વ્યાખ્યાન તાજેતરમાં યોજાયું હતું. આજે આપણે ભૌતિક વિકાસની ચકાચોંધમાં છીએ ત્યારે કયાં વિકાસ ? કોનો વિકાસ ? કોને ફાયદો ? કોને નુકશાન ? જેવા સરળ પ્રશ્નો પૂછતા પણ મુંઝાઈ જઈએ છીએ. વિકૃત મૂડીવાદના દુષ્પ્રભાવોને ઉજાગર કરવા તે અપરાધ હોય તેવા વાતાવરણમાં સ્મૃતિ વ્યાખ્યાન માટે આયોજકોએ કચ્છના જાણીતા કાર્યકર શ્રી લાલજી ગડા (અધા)ને નિમંત્રણ આપ્યું. શ્રી લાલજી ગડાનું સૌમાં જાણીતું અને વ્હાલસોયુ સંબોધન એટલે ‘અધા’ કિશોરાવસ્...