ન્યાયતંત્રના પડતર કેસોના નિકાલ માટેના જરૂરી પગલાંઓ પ્રવીણ ક. લહેરી આપણા સૌની સહિયારી ચિંતા છે કે ભારતમાં ન્યાયપ્રક્રિયા અતિશય ધીમી હોવાથી પાંચ કરોડ પડતર કેસો સાથે વિશ્વમાં આપણી છાપ બગડી રહી છે. આ માટે જુદા જુદા કારણો આપીને એક બીજા પર દોષારોપણ કરવાના બદલે ચોક્કસ પગલાંઓ લઈએ તો એક જ વર્ષમાં આપણને સંતોષકારક પરિણામો મળશે તેમાં શંકા રાખવા જેવું નથી. સૌથી પ્રથમ તો ૩૦ થી કે તેથી વધારે વર્ષ જૂના અને ૨૦ કે તેથી વધારે જૂના કેસોની સંપૂર્ણ યાદી બનાવી ઈન્ટરનેટ પર મૂકી સ્પષ્ટ જાણ કરવી જોઈએ કે વિવાદી-પ્રતિવાદી, ફરિયાદી કે આરોપીએ આ કેસોના નિકાલ માટે પૂર્ણ સહકાર આપવાનો છે. વકીલોએ પણ આ કેસોમાં મુદત ન માંગતા તેના શીધ્ર નિકાલમાં સહયોગ આપવાનો છે. દરેક જજ કે મેજિસ્ટ્ર્ેટ એક માસમાં ૨૦ વર્ષથી જૂના પાંચ-પ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 120