ગુજરાતની સ્થાપનાના ૬૧ વર્ષે. - પ્રવીણ ક.લહેરી ઈ.સ.૧૮૭૩માં કવિ નર્મદે “જય જય ગરવી ગુજરાત”નું ગાન કર્યું ત્યારથી દરેક ગુજરાતી ભાષી વ્યક્તિને પોતાની ભાષાના વિસ્તાર માટે અલગ રાજ્યની અપેક્ષા હતી. સ્વપ્ન હતું. ગાયકવાડી ૪ પ્રાંતો, ૫ બ્રિટીશ હક્રૂમતના જીલ્લાઓ અને સેંકડો રજવાડામાં વિભાજીત ગુજરાત ઈ.સ.૧૯૪૭માં આઝાદી સમયે કદાચ સૌથી છિન્ન ભિન્ન પ્રદેશ હતો. કાઠિયાવાડના ૨૨૨ રજવાડાઓના વિલીનીકરણ બાદ રચાયેલા સૌરાષ્ટ્ર સંધને બ કક્ષાનું રાજ્ય બનાવ્યું હતું. કચ્છને આજના કેન્દ્રશાસિત પ્રદેશ જેવો ક રાજ્યનો દરજ્જો આપ્યો હતો. ગાયકવાડના ૪ પ્રાંત અ બ્રિટીશ શાસન ૫ જીલ્લાઓ અને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના રજવાડાઓને મુંબઈ રાજ્ય સાથે જોડવામાં આવ્...
Posts
Showing posts from April, 2021
- Get link
- X
- Other Apps
અવસર જેવું કેમ લાગે છે ? આજ કોઈ અવતર્યુ લાગે છે ? - પ્રવીણ ક. લહેરી ૧. જન્મદિન : તા.૨૮મી માર્ચ ૨૦૨૧ના રોજ મારા જન્મદિન પહેલાં એકાદ અઠવાડિયે સૂરજ મેષ રાશીમાં પ્રવેશ્યો હોય, વસંતની કુંપળો પાન-ફૂલ બનીને વૃક્ષોને નિખારી રહી હોય, ગ્રીષ્મની ગરમી તેનું સામ્રાજ્ય જમાવવા તત્પર હોય અને સાથે કોરોનાનો કહેર હોય, વિદ્યાર્થીઓ પરીક્ષાની અનિશ્ચિતતાથી પરેશાન હોય, વૅકેશનમાં ફરવા જવામાં અગણિત સમસ્યાઓ હોય અને ચૂંટણી રેલી સિવાય ભીડ કરીને ઉજવણી કરવી એ ગુન્હો હોય તેવા સમયે ૭૭મો જન્મદિન આવીને જાય તેમાં શું ? સમયનો પ્રવાહ અવિરત છે. આપણે તે પ્રવાહમાં નાના-નાના મુકામ...
- Get link
- X
- Other Apps
દાંડી કૂચ-ર - પ્રવીણ ક. લહેરી દાંડીકૂચ પહેલાં ગાંધીજીએ વાઈસરોય લોર્ડ ઈરવીનને પત્ર લખી જણાવ્યું હતું ‘‘હું જાણું છું કે અહિંસક લડત ઉપાડવામાં હું ગાંડુ સાહસ કહી શકાય તેવું જોખમ ખેડી રહ્યો છું પણ ગંભીરમાં ગંભીર જોખમ ખેડ્યા વિના સત્યનો જય થયો નથી. સૌથી પડકારરૂપ કામગીરી હા પર લેવી તેમાં જે નીડરતા,આત્મવિશ્વાસ, ધીરજ, દૃઢતા અને સમર્પ...
- Get link
- X
- Other Apps
દાંડી કૂચ - પ્રવીણ ક. લહેરી આપણા દેશની આઝાદીને ૨૦૨૨માં ૭૫ વર્ષ પૂરા થશે. તેની ઉજવણીના પ્રારંભે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૨મી માર્ચ ૨૦૨૧ના દિને પુનઃ દાંડી કૂચનું આયોજન કરીને સ્વયંસેવકોની ટૂકડીને પ્રસ્થાન કરાવ્યું. દાંડી યાત્રાને પ્રધાનમંત્રી અને અનેક પૂર્વ અને વર્તમાન નેતાઓએ આઝાદીના જંગના મહત્ત્વના પડાવ તરીકે બિરદ...
- Get link
- X
- Other Apps
ભારતીય વહીવટી સેવાનો ઈતિહાસ-૨ - પ્રવીણ ક. લહેરી ૧૯૪૭થી શરુ થયેલ અખિલ ભારતીય સેવાઓ ભારતીય વહીવટી (પ્રશાસન) સેવા અને ભારતીય પોલીસ સેવા ૭૪ વર્ષ પૂરાં કરે છે ત્યારે તેના દ્વારા સાત દાયકાથી વધારે સમયમાં કેટલી, કેવી અને કઈ રીતે કામગીરી થઈ છે તેનો અંદાજ મેળવવાનો આ પ્રયાસ છે. અખિલ ભારતીય સેવાના સ્થાપક સરદારે પટેલે અધિકારીઓના તાલીમ કેન્દ્ર, મેટકાફ હાઉસમાં જે પ્રવચન ૨૧મી એપ્રિલ ૧૯૪૭ના રોજ આપ્યું હતું તે આજે પણ વહીવટી તંત્ર માટે માર્ગદર્શક તો છે અને સાથે સાથે તે કાર્યને મૂલવવા માટેના માપદંડો પણ પૂરા પાડે છે. સરદારની સલાહ સોનેરી છે. યુરોપ, અમેરિકાની...