વસુબહેન એટલે વસુબહેન - પ્રવીણ ક. લહેરી ગુજરાતની નારી શક્તિનું વર્ણન કરીએ તો અનેક મહિલાઓના નામો યાદ કરવા પડે. આઝાદીની લડત હોય, શિક્ષણ કે સાહિત્ય હોય, સેવા હોય કે સમાજ સુધારણા, ગુજરાતની મહિલાઓના પ્રદાનનું યથાયોગ્ય મૂલ્યાકંન હજી બાકી છે. આજે જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે પણ સ્ત્રીઓની સ્થિતિમાં હજી આપણે અનેક બાબતોમાં પરંપરા અને પૂર્વગ્રહોથી બંધાયેલા છીએ. કોઈપણ દેશના વિકાસમાં નારીઓની ભુમિકાને મહત્વ આપવામાં નહીં આવે તો તે દેશ પોતાની ક્ષમતા ઉજાગર કરવામાં નિષ્ફળ જશે. તાજેતરમાં આપણે સેવાના સ્થાપક અને વિશ્વવિખ્યાત સ્ત્રી સશક્તિકરણના પુરસ્કર્તા ઈલાબેન ભ...
Posts
Showing posts from May, 2023
- Get link
- X
- Other Apps
સૌરાષ્ટ્ર્ તમિલ સંગમમ્ - પ્રવીણ ક. લહેરી ઈ.સ. ૧૦૨૬માં સ્થળાંતર કરી દીર્ઘ મજલ કાપી દક્ષિણના તામિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલ સૌરાષ્ટ્ર્ીયન સમુદાયને તેના ગૌરવપ્રદ ઈતિહાસનું સ્મરણ કરાવી ગુજરાત અને તામિલનાડુ વચ્ચે સ્નેહ અને સંવાદનો સેતુ રચવાનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રયત્ન નોંધપાત્ર સફળતાને વર્યો છે. વર્તમાનપત્રો અને ટેલીવિઝનમાં આ ઉજવણીના સમાચાર આવતા હતાં ત્યારે અનેક દર્શકો/વાચકોને આશ્ચર્ય થતું હતું કે સૌરાષ્ટ્રિ્યન તમિલ એટલે કોણ ? આપણા જ ઈતિહાસની અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી અજ્ઞાત એવા આપણને સૌને માટે આ ઉજવણી નેત્રદીપક બની...
- Get link
- X
- Other Apps
સૌરાષ્ટ્ર તામિલ સંગમમ્ - પ્રવીણ ક. લહેરી ગુજરાતીઓ માટે સ્થળાંતર કરવું એ નવી વાત નથી. હજારો વર્ષથી ગુજરાતીઓએ દરિયો ખેડ્યો છે. વિદેશમાં વ્યાપાર જમાવ્યો છે, ‘‘કોઈ નર જાવા જાયે, પાછો ન આવે, પાછો આવે પોયરાંના પોયરાં ખાવે’’ વિદેશથી અઢળક સંપત્તિ લાવવામાં ગુજરાતના બંદરોનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. વાસ્કો ડી ગામાને દક્ષિણ આફ્રિકાની ભુશિરેથી કેરળ કાંઠે દોરી લાવનારા કચ્છી ટંડેલ કાનજીની કહાની પૂર્ણ રીતે લખવાની બાકી છે. પોર્ટુગીઝોના તત્કાલિન લખાણોનો કોઈ અભ્યાસ કરે તો કાનજી માલમના વહાણોનો કાફલો કેવો વિશાળ અને મજબૂત હતો તેનો ખ્યાલ આવે. ભારતની શોધમાં ...
- Get link
- X
- Other Apps
જિનકો કુછ ન ચાહીએ વો શાહોં કા શાહ - પ્રવીણ ક. લહેરી શાહ અટક ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે. મૂળ ફારસી ભાષાનો આ શબ્દ ઘણો મોભાદાર છે. શાસક, ધીરાણ કરનારથી માંડીને સામાજિક અગ્રણીના અર્થો ધરાવતો આ શબ્દ શહેનશાહમાંથી છૂટો પડ્યો છે પણ તેનો રૂઆબ તો શાહી છે. મારા બે વડિલ મિત્રો શ્રી મહેન્દ્રભાઈ શાહ અને શ્રી હેમરાજ શાહ ઉંમરમાં તો આઠ-આઠ દાયકાઓ વિતાવી ચૂક્યા છે. આ બંનેના જન્મદિને તેમના બહોળા મિત્રમંડળ...