સૌરાષ્ટ્ર્ તમિલ સંગમમ્
- પ્રવીણ ક. લહેરી
ઈ.સ. ૧૦૨૬માં સ્થળાંતર કરી દીર્ઘ મજલ કાપી દક્ષિણના તામિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલ સૌરાષ્ટ્ર્ીયન સમુદાયને તેના ગૌરવપ્રદ ઈતિહાસનું સ્મરણ કરાવી ગુજરાત અને તામિલનાડુ વચ્ચે સ્નેહ અને સંવાદનો સેતુ રચવાનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રયત્ન નોંધપાત્ર સફળતાને વર્યો છે. વર્તમાનપત્રો અને ટેલીવિઝનમાં આ ઉજવણીના સમાચાર આવતા હતાં ત્યારે અનેક દર્શકો/વાચકોને આશ્ચર્ય થતું હતું કે સૌરાષ્ટ્રિ્યન તમિલ એટલે કોણ ? આપણા જ ઈતિહાસની અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી અજ્ઞાત એવા આપણને સૌને માટે આ ઉજવણી નેત્રદીપક બની રહી. ઈતિહાસનો જે ધબકાર સાંભળવાનું આપણે ચૂકી ગયાં હતાં તે આપણે સૌએ પ્રત્યક્ષ નિહાળ્યું, અનુભવ્યું અને આ ગરિમાપૂર્ણ ઉજવણી થકી દેશની વિવિધતામાં રહેલી એકતાનો અનુભવ કરી આ સમગ્ર ઐતિહાસિક પ્રસંગ યોજવા પાછળના જે મહત્ત્વના મુદ્દાઓ છે તેની પર દૃષ્ટિ કરીએ તો આપણને ઉજવણીનો સમગ્ર સંદર્ભ સમજાય તેમ છે.
૧. પ્રત્યક્ષ દર્શન :
આ સમુદાયના લોકોએ પ્રથમવાર મોટી સંખ્યામાં પોતાના પૂર્વજોના વતનના પ્રત્યક્ષ દર્શન કર્યા અને પોતાની વંશપરંપરાને ઐતિહાસિક સબંધ શું છે તેનાથી માહિતગાર કર્યાં.
૨. ભાષાકીય અનુબંધ :
સૌરાષ્ટ્ર્ીયન બોલી તરીકે ઓળખાતીભાષા એ સાધુકડી ભાષા જેમ અનેક પ્રાદેશિક ભાષાઓનું શબ્દભંડોળ ધરાવે છે. તમિલ ભાષા અને સંસ્કૃત ભાષામાંથી કઈ ભાષા વધારે પ્રાચીન કે કઈ ભાષાની સમૃદ્ધિ વધારે છે તે અંગે વિવાદો થાય છે. હકીકતમાં આપણા દેશમાં ભાષાના વૈવિધ્યને ધ્યાનમાં લઈએ તો પણ ભારતીય નાગરિક પોતાની સમાન વિરાસતથી વાકેફ છે. અન્ય પ્રાંતના તીર્થ સ્થળો હોય કે ઉત્સવો, ભારતીયો તેનાથી સુપરિચિત હોય છે.
૩. ભૌગોલિક એકતા :
ચારધામ, દ્વારકા, રામેશ્વર, જગન્નાથપૂરી અને બદરીનાથ હોય, સપ્ત મોક્ષપુરીઓ દ્વારકા, કાંચી કાશી, ઉજજૈન, અયોધ્યા, મથુરા અને હરિદ્વાર હોય કે બાર જ્યોતિલીંગ હોય સોમનાથ, શ્રી શૈલમ્ મહાકાળેશ્વર ઓમકારેશ્વર, ઓમકારેશ્વર, રામેશ્વર, ભીમશંકર, નાગેશ્વર, રામેશ્વર, કેદારેશ્વર, ધ્રુણેશ્વર, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ હોય - ભારતના આ તીર્થસ્થાનોની હજારો વર્ષથી થતી યાત્રાઓ એ ભારતીય ઉપખંડની એકતાનો મહત્ત્વનો પૂરાવો છે. અનેક પરિબળોએ ભારતના વિવિધ ભાગોને સમાન માન્યતાઓ, આસ્થા, ઉપાસના, સભ્યતા, સંસ્કૃતિ અને મૂલ્યોના કારણે એક તાંતણે બાંધી રાખ્યા છે. આવા ઉપક્રમો થકી તે વાસ્તવિકતા ઉજાગર થાય છે. એકતા વધારે બળવત્તર બને છે.
૪. સ્થળાંતરનો ઈતિહાસ અને કારણો :
ઈ.સ. ૧૦૨૬માં મહમદ ગઝનીના ક્રૂર આક્રમણથી સ્થળાંતર થયેલા લોકો અસ્થિરતા-જોખમ ટાળવા માટે ધીમે ધીમે દક્ષિણ દિશામાં આગળ વધતાં છેક ૧૬મી સદીમાં મદુરાઈ આસપાસના વિસ્તારોમાં સ્થિર થયા છે.
૫. સૌરાષ્ટ્ર્ીયન તમિલ વસ્તીની ઓળખ :
તમિલનાડૂમાં આગવી ઓળખ જાળવી રાખનાર આ સમુદાયની હાલની અંદાજિત વસ્તી ૨૦ થી ૨૫ લાખ જેટલી છે. મદુરાઈમાં ૬ લાખ, ચેન્નાઈમાં ૩ લાખ, સાલેમમાં ૪ લાખ, કરુરમાં બેગ્લુરુમાં અને પરમાકુંડીમા ૧-૧ લાખ તંજાવુરમાં ૩ લાખ અને કુમ્બાકોનનમાં ૨ લાખ સૌરાષ્ટ્ર્ીયન તમિલ સમુદાયની હાજરી તે દેશની એકતા અને સહિષ્ણુતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
જાણીતા ઈતિહાસકાર ડી. કે. હરિ અને હેમા ડી કે હરિએ ભારતના ઈતિહાસના હજારો અજ્ઞાત પાસાઓ ઉજાગર કરી તેને લગતા પૂરાવાઓ આપતાં એકસોથી વધારે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ‘ભારત જ્ઞાન’ સંસ્થા દ્વારા તેમણે સંશોધન, અધ્યયન અને વિશ્લેષણ થકી અનેક છૂપાયેલી ઘટનાઓને પ્રકાશમાં લાવ્યા છે. દેશના પ્રાચીન ઈતિહાસ, તેની એશિયા, યુરોપમાં વ્યાપક અસર સહિત અનેક મુદ્દે તેમણે સચોટ સાબિતીઓ સાથે ભારતની ભવ્ય વિરાસતને આપણા સમક્ષ રજૂ કરી છે. સૌરાષ્ટ્ર્ તમિલ સંગમની ઉજવણી પ્રસંગે તેમણે સૌરાષ્ટ્ર્ તમિલગમ સહસ્ત્રાબ્દીનો અનુબંધ શિર્ષક સાથે અતિ રસપ્રદ અને આધારભૂત પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક ગુજરાતી, તમિલ, અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં એક સાથે પ્રગટ કરીને ખૂબ મોટું પ્રદાન કર્યું છે. તેમના સંશોધન પ્રમાણે ૫૧૦૦ વર્ષ પહેલાં દ્વારકા સુનામીમાં ડૂબી ત્યારથી દક્ષિણ તરફ લોકોના સ્થળાંતરના પૂરાવાઓ મોજુદ છે. અનેક મંદિરો, શિલાલેખો અને પુસ્તકોમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ભાગવત્ મહાપુરાણમાં આ દેશના વિવિધ પ્રદેશોનું તાદૃશ વર્ણન છે. સિંધુ નદીના અનેક વહેણો, નજીક પાંગરેલી સંસ્કૃતિના સેંકડો સ્થાનોની આજે ઓળખ થઈ છે. પુરાતત્ત્વ વિભાગ ત્યાં ઉત્ખન્ન કરે છે. ૪૫૦૦ વર્ષ પહેલાં સિંધુ નદીના સુકાયેલા વહેણોના કારણે પણ સ્થળાંતર થયાના અનેક સંદર્ભો પણ ઉપલબ્ધ છે. આ સ્થળાંતરોની સ્મૃતિ સ્પષ્ટ રીતે સ્થાપિત કરે છે કે દેશવાસીઓની સમાન ઈતિહાસની યાદોની પરંપરા આજે પણ વિદ્યમાન છે.
કાશી તમિલગમ્ સેગમમ્ અને સૌરાષ્ટ્ર્ તમિલ સગમમ્ થકી આપણા દેશની પ્રજા વચ્ચે ભૂગોળ, ભાષા, પહેરવેશ કે પરંપરાની ભિન્નતા ભલે હોય પણ પ્રાચીન કાળથી તેઓ વચ્ચે સતત પ્રવાસો, આદાન-પ્રદાન થતું રહ્યું છે. એકતાની સમજણનો અકબંધ રહ્યો છે. કમનસીબે જ્ઞાતિવાદ, ધર્માંધતા, ભાષાવાદને કારણે સેંકડો વર્ષોના ઈતિહાસમાં ભારતીય પ્રજાની પૂર્ણ ગરિમા પામી શકાય નથી. હવે સમય છે કે ભારત પોતાની ભૂમિનો, ઉચ્ચ વિચારો અને વ્યવહાર કુશળતા દ્વારા એક આર્થિક, લશ્કરી અને સાંસ્કૃતિક મહાસત્તા બનવા માટે પ્રસ્થાન કરે.
તમિલનાડૂમાં મદુરાઈ તમિલ સંસ્કૃતિની રાજધાની છે. અહિં શિવ, શક્તિ અને વિષ્ણુની ભક્તિનો ત્રિવેણીસંગમ થયો છે. અલાગર ઉત્સવ એટલે વિષ્ણુ પોતાની બહેન પાર્વતીના લગ્ન (મિનાક્ષીના) શિવ સાથે (સુંદરેશ્વર સાથે) કરાવે છે. હિન્દુ ધર્મના ત્રણ મહત્ત્વના દેવી દેવતા વચ્ચે સમન્વય રચીને મુળભૂત રીતે તો ભારતીય તત્ત્વજ્ઞાનના હાર્દરૂપ અદ્વૈતનો સંદેશો આપે છે. ગુજરાતમાં આપણે જેમને માઅંબા કે અંબાજી માતા કહીએ છીએ તેને તામિલમાં ‘અંબાલ’ અથવા ‘અમ્માન’ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર્ તમિલ સંગમે સહસ્ત્ર વર્ષોના સ્થળાંતરને યાદ કરીને આજના ભારતમાં જે રીતે સૌ એકમેકમાં ભળી રહ્યા છે. અન્યો પાસેથી પહેરવેશ, નવા શબ્દો, વાનગીઓ, ઉત્સવો, નૃત્યો, સંગીત શીખીને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થકી દેશની એકતાને મજબૂત કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિને પારણમાં પધરાવી ઝુલાવવાનો આ અવસર છે. બંધારણના આમુખમાં દર્શાવેલા ભાતૃભાવને પોંખવાનો આ ઉત્સવ છે.
આપણો દેશ આજે ખરા અર્થમાં પંચરંગી બની રહ્યો છે. ભારતના વિવિધ પ્રાંતના લોકો વચ્ચેના પ્રાચીન અનુબંધો સામે આવી રહ્યા છે. આર્ય કે દ્વવિડ, આદિજાતિ કે અનુસૂચિત જાતિ, સનાતન ધર્મી કે વિધર્મી આ વિભાજનો છે તે દૂર કરીને સમગ્ર રાષ્ટ્ર્ને મજબૂત રીતે જોડી રાખનાર પરિબળોને શોધીને તેના દ્વારા આપણા સૌ વચ્ચે આત્મિયતા વધે, સમજણમાં વધારો થાય અને આદાનપ્રદાન દ્વારા એકમેકની નજીક આવીએ તો આવી ઉજવણી સાર્થક થયેલી ગણાય.
અંતમાં, ઈતિહાસવિદ્ ડી. કે. હરિના પુસ્તકમાં રજૂ થયેલ કવિતા સમગ્ર આયોજનનો હેતુ સ્પષ્ટ કરે છે. આ દ્વારા આપણને આપણા ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ રચી આપે છે.
‘‘સૌરાષ્ટ્ર-તમિલગમ્ - એક સહસ્ત્રાબ્દી વચ્ચેના બે લોકસમુદાય વચ્ચેનો અનુબંધ.’’
એ કે નિભાવ્યો વાયદો, બીજાએ કર્યું પોષણ કલાનું,
એક પાસે સમુદ્ર સેતુ, બીજા પાસે સમુદ્રસ્થિત દ્વારકા.
એક દેશનો દક્ષિણ છેડો તો બીજો છેડો તે પશ્ચિમ બાજુ,
બંનેને જોડીને રાખે છે, સુંદર ગહન રેશમ દોર.
Comments
Post a Comment