Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 133
                                              ઉદારીકરણ બાદની વિદેશનીતિ                                                                           - પ્રવીણ ક. લહેરી વર્ષ ૧૯૯૦માં આર્થિક વિચારણામાં ત્રણ શબ્દો કેન્દ્રસ્થાને હતાં. ઉદારીકરણ, સરળીકરણ અને વૈશ્વિકરણ. જૂની અને અંકુશયુક્ત ઔદ્યોગિત નીતિ તજીને બજારની સ્થિતિ પ્રમાણે મૂડી રોકાણ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો. સરકારમાં મૂડી રોકાણની વિગતોની નોંધણી કરાવ્યા બાદ થોડા અનામત ક્ષેત્ર સિવાય મૂડી રોકાણ વિના રોકટોક થઈ શકે તેવી વ્યવસ્થાએ ભારતીય અર્થતંત્રની સાચી ક્ષમતા ઉજાગર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી. સરળીકરણ હેઠળની પ્રક્રીયા થકી કાચા માલની પરમીટો, આયાતો પરના અંકુશો, ઊંચા દરના કરવેરાની જગ્યાએ ઉત્પાદન અને વેપારમાં (ઇજ ઓફ ડૂઈંગ બિઝનેસ) કામ કરવામાં સર...