દિનચર્યા - ત્યારે અને અત્યારે - પ્રવીણ ક. લહેરી આપણી વૉટ્સઅપની દુનિયા નિરાળી છે. તેમાં વરિષ્ઠ નાગરિકો જે ૭૦-૮૦ વર્ષની ઉંમર પાર કરી ગયા છે. તેમના મનમાં અગાઉની અને હાલની પરિસ્થિતિના ખૂબ મોટા તફાવતની સરખામણી થતી રહે છે. હા, એક હકીકત છે કે વીસમી સદીના ઉત્તરાર્ધમાં (૧૯૪૫ થી ૨૦૦૦)ના સમયગાળામાં ટૅકનોલોજી આધારિત શોધખોળના કારણે અનેક સાધન સુવિધાઓનું નિર્માણ થયેલ છે જેની કલ્પના આજથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે કરવી પણ અશક્ય નહીં તો પણ ખૂબ મુશ્કેલ હતી. આ ફેરફારોની અસરો સિનીયર સિટીઝન માટે ખૂબ મહત્ત્વની છે. અગાઉની અગવડો દૂર થઈ છે અને અનેક સાધન-સુવિધા જીવનના અભિન્ન અંગ બની ગયા છે. દિનચર્યા એ આપણા જીવનની રોજિંદી ઘરેડનું બીજું નામ છે. સવારે ઊઠવાથી શરુ થતા કામો અને રાત્રે સૂતા સુધીમાં ે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેનો ઢાંચો ગો...
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 40