Posts

Showing posts from June, 2024
                                               આપણું ભાતીગળ ભારત                                                                - પ્રવીણ ક. લહેરી એક ખંડ જેટલો વિશાળ દ્વિકલ્પ - ઉપખંડ જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે અનુક્રમે બે ઓફ બેંગાલ, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. ઉત્તરે હિમાલયના ગગનચુંબી શિખરો, શિવાલિક, અરવલ્લી, સાતપુરા, સહયાદ્રી, નિલગીરી, પૂર્વઘાટ અને મધ્યમાં વિદ્યાંચલની પહાડીઓ સાથે અનેક રાષ્ટ્ર્‌ીય વનઉદ્યાનો, વન્યજીવો અને અદ્‌ભુત વનરાજીથી સુશોભિત આપણો દેશ વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા, મહાનદી, રાવિ, સતલજ, ચિનાબ, સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી લાંબી અને વિશાળ નદીઓના ખળખળ વહેતાં પાણી થકી દેશની ભૂમિ જળ પલ્વિત છે. આ નદીઓ અને તેમાં ભળતી નદીઓના કાંઠે હજારો વર્ષથી વ...
                                         યુદ્ધ, આતંકવાદ અને આપણું ભવિષ્ય ?                                                                         - પ્રવીણ ક. લહેરી આપણે ઈતિહાસનો અભ્યાસ કરીએ તો સૌથી વધારે આંખે ઉડીને વળગે તે વાત છે માનવીઓ વચ્ચે સતત લડાયેલા યુદ્ધોની બાબત. યુદ્ધની વાર્તાઓ રસપ્રદ હોય છે. આપણા મહાકાવ્ય ‘મહાભારત’માં યુદ્ધ સાથે છળકપટ અને વ્યૂહરચનાની અનેક બાબતો જોડાયેલી છે. ખાસ કરીને યુદ્ધ મેદાન વચ્ચે જ યુદ્ધના ભયાનક પરિણામોનો વિચાર કરીને અર્જુન કે જે એક મહાવીર યોદ્ધો છે, શ્રેષ્ઠ ધર્નધુર છે, પાંડવ સેનાનો સેનાપતી છે, યુદ્ધ લડવાનો ઈન્કાર કરે છે. તેના રથના સારથી એક દીર્ઘ સંવાદને અંતે અર્જુનને સમજાવી શકે છે કે સાંપ્રત સંજોગોમાં યુદ્ધ એ એક માત્ર વિકલ્પ છે. અન્યાયને નિવારવા માટે લડવું એ ધર્મ છે. ગીતામા...