જાહેર સેવા માટે પસંદગીમાં ગુણવત્તાનું મહત્ત્વ - પ્રવીણ ક. લહેરી કોઈપણ વ્યક્તિ સત્તાસ્થાને બિરાજે તેની સાથે તેમની માનસિકતામાં જબરજસ્ત પરિવર્તન આવે છે. માનવ સ્વભાવમાં માયાના પ્રતિનિધિ તરીકે રહેલી છે. વૃત્તિઓ બેફામ બની શકે છે. મદ (અહં) મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષા. ‘‘ હું સત્તા સ્થાને છું. અન્ય તમામે મારા આદેશ, આજ્ઞા, સૂચનાનું પાલન કરવું જ જોઈએ. મારા વિચારો જ શ્રેષ્ઠ છે અને તેનો વિરોધ કરનારા પામાર લોકોની સમજણ કેટલી ? ’’ આવો ભાવ શાસકને એક અદૃશ્ય કાચના પાંજરામાં કેદ કરી લે છે. આવી વૃત્તિ ગ્રામીણ કક્ષાએ તલાટીથી શરુ કરીને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને યથાતથા લાગુ પડે છે. સત્તા મેળવ્યા બાદ ભાગ્યે જ કોઈને સત્તા છોડવી છે. સત્તા વિના પોતાનું અસ્તિત્વ શું ? ...
Posts
Showing posts from July, 2024
- Get link
- X
- Other Apps
જાહેર સેવા મા૮ે પસંદગીમાં ગુણવત્તાનું મહત્ત્વ - પ્રવીણ ક. લહેરી પ્રાચીન સમયમાં રાજ્યના સંચાલન માટે અભ્યાસુ અને હોશિયાર વ્યક્તિઓની પસંદગી માટે ચીનમાં ખૂબ લાંબા નિબંધો લખાવી તેનું મૂલ્યાંકન તટસ્થ નિષ્ણાતો પાસે કરાવી રાજ્યના મહત્ત્વના પદો માટે યુવાનોની પસંદગી થતી હતી. આવી નિમણૂક પામેલી વ્યક્તિઓ ‘મેન્ડેરીન’ના નામે ઓળખાતી હતી. સમ્રાટ દ્વારા તેમની પસંદગી ચીનની સનંદી સેવાના નવ ઉચ્ચતર પગારધોરણમાં કરવામાં આવતી હતી. પરીક્ષામાં કન્ફૂશ્યસના તત્વજ્ઞાનની જાણકારી ઉપર ભાર મૂકવામાં આવતો હતો. ‘મેન્ડેરીન’ શબ્દની વ્યુત્પતિ માટે સંસ્કૃતનો ‘મંત્રી’ શબ્દ હોય શકે તેવી ધારણા સહિત જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. ‘મેન્ડેરીન’ ચીનની એક સમયની સત્તાવાર ભાષાનું નામ છે. ...
- Get link
- X
- Other Apps
ગુજરાતમાં સ્ટાર્ટઅપની સમીક્ષા - પ્રવીણ ક. લહેરી આજની યુવાપેઢીમાં સર્જનાત્મક શક્તિ, સ્પર્ધાત્મક ભાવના અને સ્વયંમમાં વિશ્વાસ છલોછલ ભરેલા છે. ડિઝીટલ ટૅકનોલોજી આધારિત સ્માર્ટ મોબાઈલ ફોન, તેની અગણિત ઍપ્લીકેશનો, વેબસાઈટો અને માહિતીના અઢળક સ્ત્રોતોના કારણે નવી પેઢી ખૂબ ઝડપથી કામ કરી શકે છે. સાથે સાથે ‘મને બધું આવડે છે’ તેવા આત્મવિશ્વાસને પરિણામે અન્યની મદદ લેવામાં કે ઊંડાણથી વિષય-વસ્તુ સમજવામાં કે સાચી સમજણ કેળવવાના બદલે ફટાફટ નિર્ણયો અને અમલ કરવામાં ધીરજ રાખતા નથી. મહાત્મા ગાંધીએ કહ્યા પ્રમાણે; ‘‘જીવનમાં ઝડપ કરતાં પણ ઘણી મહત્ત્વની વસ્તુઓ છે.’’ ગુજરાતમાં સ્ટાર્ટઅપની સફળતાનો દર માત્ર ૩ ટકાનો જ હોય ત્યારે સમાજ અનેસ...
- Get link
- X
- Other Apps
ભારતમાં સ્ટાર્ટઅપની સ્થિતિ - પ્રવીણ ક. લહેરી આપણે માનીએ છીએ કે ૧૬૦૦ કિ. મી. લાંબો સમુદ્રકાંઠો ધરાવતું ગુજરાત લોથલ બંદરના સમયથી વિશ્વ સાથે વ્યાપારિક સબંધો ધરાવતું હતું. ગુજરાતીઓની વેપાર-ઉદ્યોગ માટે કોઠાસુઝ સાહસવૃત્તિ, જોખમ ખેડીને સફળતા મેળવવા માટે અથાક જહેમત કરવાની તૈયારી અને સામાપક્ષનો વિશ્વાસ જીતવાની આવડતને કારણે ગુંજરાતી પ્રજાએ ભારતમાં જ નહીં પણ વિશ્વમાં વેપાર-ઉદ્યોગ-સેવા ક્ષેત્રમાં અનોખી નામના મેળવી છે. અતિ નાની શરુઆત કરી દસ, વીસ કે ત્રીસ વર્ષે મોટા ઔદ્યોગિક ગૃહો તરીકે વિકસેલા અગગણિત કિસ્સાઓ આપણી નજર સમક્ષ છે. દેશની વિકસયાત્રામા મહારાષ્ટ્ર અને ગુજરાતનું આર્થિક પ્રદાન એટલું નોંધપાત્ર રહ્યું છે કે ૨૦૧૨માં તત્...
- Get link
- X
- Other Apps
લઘુ-કુટિર ઉદ્યોગોથી સ્ટાર્ટઅપની યાત્રા - પ્રવીણ ક. લહેરી આજે વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી થયેલા આર્થિક વિકાસમાં મશીનો દ્વારા થતાં જંગી ઉત્પાદનો અને અનેકવિધ સેવાઓના વ્યાપ સાથે ‘ઉત્પાદન અને સેવા’ એ કોઈપણ અર્થતંત્રના મહત્વના ક્ષેત્રો બન્યા છે. આપણા દેશમાં ૧૯૯૦ પહેલાં લાયસન્સ,પરમીટ, ક્વોટા રાજ હતું જેમાં મોટા મૂડીરોકણ માટે ભારત સરકારની મંજુરી આવશ્યક હતી. સાથે સાથે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ હતી. લઘુ ઉદ્યોગોને ઓછા વ્યાજની લોન અથવા ધિરાણ પર વ્યાજ સબસિડી, અમુક ઉત્પાદનો માત્ર લઘુ ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવેલ. લઘુ ઉદ્યોગોના ઉત્પાદનો સરકાર અને સરકારી નિગમોએ અગ્રતાના ધોરણે થોડો ઊંચો ભાવ હોય તો પણ ખરીદવાની જોગવાઈઓ હતી. ૧૯૯૦ પહેલાં જંગી મૂડીરોકાણ માટે જેટલા સરકારી અંકુશો અને અંતરાયો હતાં તેટલી જ સવલતો અને છૂટછાટ લઘુઉદ્યોગ, કુટિર ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને પ્રાપ્ત હતાં. ગુજરાતના ઔદ્...
- Get link
- X
- Other Apps
આપણું ભાતીગળ ભારત ભાગ-૩ - પ્રવીણ ક. લહેરી ભારત માટે અનેક કવિઓએ સુંદર રચના કરી આપણા રાષ્ટ્ર ગૌરવને વધારી આપણને દેશભક્તિ માટે પ્રેરણા આપી છે. રાષ્ટ્ર્ીય કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તની આ પંક્તિઓ : ‘‘જો ભરા નહીં ભાવો સે, બહતી જિસીમેં રસધાર નહીં, હૃદય નહીં વો પત્થર હૈ, જિસમેં સ્વદેશ કા પ્યાર નહીં.’’ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદની હાકલના શબ્દો; ‘‘જો અબતક ના ખૌલા, વો ખૂન નહીં પાની હૈ, જો દેશ કે કામ ન આયે, વો બેકાર જવાની હૈ’’ આપણને દેશ માટે સર્વસ્વ હોમી દેવા માટે આમંત્રણ આપે છે. મારી આવતીકાલના ભારતના ભવિષ્યના ઘડવૈયા થશે તે પેઢીના યુવાન-યુવતીઓને હાથ જોડીને વિનંતી કે ભુતકાળનો વારસો આપણું ગૌરવ વધારવા માટે છે; નહીં કે આપસમાં પૂર્વગ્રહો અને અવિશ્વાસ પેદા કરવા માટે આજે આઝાદીના અમૃતકાળમાં આપણા સૌની સહિયારી ફરજ છે કે સમર્પણ, સ...
- Get link
- X
- Other Apps
આપણું ભાતીગળ ભારત ભાગ-૨ - પ્રવીણ ક. લહેરી ભારત ભૂમિ ૫ર અનેક કવિઓએ ગીતો લખ્યાં છે. મનોજકુમારની ‘ઉપકાર’ ફિલ્મના અનેક ગીતો દેશપ્રેમથી ભરપૂર હોવાથી મનોકુમારને ‘મિસ્ટર ભારત’’નું ઉપનામ મળ્યું હતું. તે ફિલ્મના એક ગીતની પંક્તિઓઃ ‘‘જબ ચલતે હૈ ઈસ ધરતી હલ, મમતા અંગડાઈયાં લેતી હૈ. ક્યોં ન પૂજે ઈસ માટી કો, જો જીવન કા સુખ દેતી હૈ. ઈસ ધરતી પે જિસને જન્મ લિયા, ઉસને હી પાયા પ્યાર તેરા, યહાં અપના-પરાયા કોઈ નહીં હૈ, સબ પૈ માં, ઉપકાર તેરા.’’ ગુજરાતમાં કવિ કાન્તના કાવ્યની કડી : ઓ હિંદ ! દેવભૂમિ, સંતાન સૌ તમારા ! કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા ! હિંદુ, મુસલમાન : વિશ્વાસી પારસી, જિનઃ દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !’’ આવો ભારત દેશ અનેક અજાયબીઓ ધરાવે છે. પ્રવાસનક્ષેત્રે વર્ષોથી પ્રેમના પ્રતિક તરીકે વિશ્વમાં જાણીતા તાજમહેલનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની ...