Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 109
                                           વિક્રમ સંવત ૨૦૭૯ કેવું નિવડશે ?                                                                              પ્રવીણ ક. લહેરી દિવાળીની પૂર્તિઓમાં આપ સૌએ રાશિ ભવિષ્ય વાંચ્યું હશે. કોઈ સારું તો કાંઈક અમંગળ બનવાનો ઉચાટ અનુભવ્યો હશે. આપણે ગ્રહોની ચાલ પ્રમાણે નહીં પણ આજના વિશ્વની વાસ્તવિકાને આધારે આગામી વર્ષ કેવું નિવડશે તેનો વિચાર કરીએ તે જરૂરી છે. જે થવાનું હશે તે થશે. માણસ ભલે આશા રાખે પણ ધાર્યું તો ધરણીધરનું જ થાય તેવા પ્રારબ્ધવાદથી દૂર રહી નવા વર્ષે પોતાના વ્યક્તિત્વને વિકસાવવા કરેલા સંકલ્પો, સાંપ્રત સમયની સમસ્યાઓ સુલઝાવવાના પ્રયત્નો અને અંતરાયોનો વિચાર કરીએ તે જરૂરી છે. વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ સમગ્ર વિશ્વને માટે પડકારરૂપ રહ્યું છે. કોરોનાની મ...