ઈસ્લામાબાદમાં ભારતીય મહિલાની કહાની-૩ - પ્રવીણ ક. લહેરી વર્ષોની શત્રુતા, યુદ્ધો અને કાવાદાવા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ સ્થાપવા માટે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બસ દ્વારા લાહોર પહોંચીને બન્ને દેશોના સબંધોને સાવ નવો વળાંક આપવા માટે પ્રયત્ન કર્યો. અખંડ ભારત જેમનો આદર્શ છે તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના આ ધૂરંધર નેતાએ અણુ વિસ્ફોટ સાથે તેની દૃઢતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો. આજ વ્યક્તિએ બન્ને દેશોની પ્રજાના ભલા માટે, સુખાકારી અર્થે અદૃભૂત વ્યવહાર કુશળતા ...
Posts
Showing posts from April, 2025
- Get link
- X
- Other Apps
ઈસ્લામાબાદમાં ભારતીય મહિલાની કહાની-૨ - પ્રવીણ ક. લહેરી શ્રીમતિ રુચિ ઘનશ્યામ અને તેમના પતિને ભારતીય દૂતાવાસ ઈસ્લામાબાદમાં નિમણૂક મળતાં સ્વાભાવિક રીતે જિજ્ઞાસા, ચિંતા અને ઉત્સાહની મીશ્ર લાગણી થઈ. જે દેશ ભારતને સદાય શત્રુ માનીને હેરાન પરેશાન કરવા તત્પર હોય ત્યાં ડિપ્લોમેટિક ઈમ્યુનિટી અને જીનીવા કરા હેઠળની રક્ષણની શરતો હોવા છતાં પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો માટે કામગીરી ખૂબ પડકારજનક હોય તે સમજી શકાય તેમ છે. તેમાં પણ મહિલા માટે સતત જાસૂસીતંત્રની બાજ નજર હેઠળ જીવવું કેટલું દુષ્કર હોય છે તે બાબત તો જે અનુભવે તે જ સારી રીતે સમજી શકે. ...
- Get link
- X
- Other Apps
ઈસ્લામાબાદમાં ભારતીય મહિલાની કહાની પ્રવીણ ક. લહેરી વર્ષ ૧૯૮૨ માં મારી પહેલી ‘વિદેશ યાત્રા’ પાકિસ્તાનની હતી, ત્યાં સાક્ષરતા અને પ્રૌઢ શિક્ષણ અંગે યુનેસ્કો આયોજિત સમગ્ર એશિયાના દેશોની એક મહિનાની સેમિનારમાં ઈસ્લામાબાદમાં રહેવાનો અવસર મળ્યો. તેના અવનવા અનુભવોને શબ્દદેહ આપવાની મારી ઈચ્છા હજી સુધી પૂર્ણ નથી કરી શક્યો. પાકિસ્તાન અને હિંદુસ્તાનને બ્રિટીશ સંસદે કાયદા દ્વારા તા.૧૪ મી ઑગસ્ટ અને ૧૫ મી ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદી આપી. એક દેશના બે ટૂકડા થયા. પૂર્વ પાકિસ્તાનનો ભાગ આઝાદ બની૧૯૭૧ ના વર્ષમાં ‘ બ...
- Get link
- X
- Other Apps
આપણી ભાષાનો અનોખો શબ્દ ‘મોસાળ’ - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં આપણે ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવ્યો. માતૃભાષા અંગે અનેક મનનીય વિચારો પ્રગટ થયા. મુળભૂત રીતે સામ્રાજ્યવાદનો ભોગ બનેલા દેશોમાં વિદેશી શાસકોએ બહુ જ સિફતપૂર્વક પોતાની ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવ્યું. સ્થાનિક ભાષાઓ હલકી છે, અવિકસીત છે, તેમાં જ્ઞાન-વિજ્ઞાનનો અભાવ છે. સાહિત્યમાં નોંધપાત્ર કૃતિઓ નથી એવી અનેક ભ્રમણાઓ આપણા મનમાં મજબૂત રીતે ઠોકી બેસાડી છે. આઝાદી પહેલાં ગાંધીજીએ સૂચવેલ હિન્દુસ્તાની ...
- Get link
- X
- Other Apps
વહીવટી સુધારણા - પ્રવીણ ક. લહેરી આ વર્ષે ગુજરાતની રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની રજૂઆત સાથે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે વહીવટી સુધારણા માટે અધિકારીઓેની એક સમિતિની રચના કરી તેમને ૬ માસમાં અહેવાલ આપવા જણાવ્યું છે. વહીવટમાં કામ કરતા કે કામ કરી ચૂકેલા અધિકારીઓ વહીવટની બારીક બાબતોની જાણકારી ધરાવતા હોય છે. ...