Posts

Showing posts from September, 2026
                                                              વિશ્વ હૃદય દિવસ                                                                             - પ્રવીણ ક. લહેરી સમગ્ર વર્ષ દરમિયાન આપણે આપણા ધાર્મિક તહેવારો ઉપરાંત આજકાલ વિવિધ દિવસોની ઉજવણી કરીએ છીએ. ‘ડોક્ટર્સ ડે’ અને ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે’ કેમ એક સાથે આવે છે તે આપણે જાણતા નથી. વર્તમાનપત્રો અને ટીવી પણ ખાસ લેખો અને ચર્ચા દ્વારા સંબંધિત ડે નું મહત્વ અને તે દિવસે આપણે શું વિચારવું જોઈએ, શું કરવું જોઈએ તેના પર પ્રકાશ પાથરે છે. તા.૨૯ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ છે. માનવ શરીરમાં અનેક અંગો છે, પરંતુ હૃદય એક એવું અંગ છે કે જે જન્મથી લઈને જીવનના અંત સુધી જરા પણ આરામ લીધા વિના દિવસમાં લગભગ ...
                                                                સૂફી સંત રાબિયા                                                                             - પ્રવીણ ક. લહેરી દેશમાં કોમી એકલાસ જાળવવા અંગે મેં જે લેખ લખ્યો તેના વિવિધ પ્રત્યાઘાતો આવ્યા. કોઈને એ એકતરફી લાગ્યો તો કોઈને તેમાંથી પરસ્પરની લાગણીમાં વૃદ્ધિ કરતો લાગ્યો. બાંગ્લાદેશની લેખિકા તસલીમા નસરીન દ્વારા જે લજ્જા નામની નવલકથા સત્ય ઘટનાને આધારે લખવામાં આવી છે અને આજે પણ બાંગ્લાદેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તે ધર્મના નામે થઈ રહ્યું છે તેટલી વાતમાં કોઈ વિવાદનો અવકાશ નથી. લઘુમતી ઉપરના અત્યાચારમાં બાંગ્લાદેશ આજે માનવીય મર્યાદાઓ વટાવી ચૂક્યું છે ત્યારે ઇસ્લામમાં ‘સૂફી’ સંપ્રદાયના એક સૂફી સં...
                                                      માનવી અને પશુ વચ્ચે પ્રેમ                                                                                      - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર-પાંચ જગ્યાએ સિંહ કે સિંહણે બાળકથી માંડીને પ્રૌઢ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો ત્યારે અનેક તર્ક-વિતર્ક થયા. અમુક વિદ્વાનોનું માનવું છે કે પોતાના વિસ્તારમાં ખોરાકના અભાવે સિંહ આવું કરવા પ્રેરાય તેમ છે, તો બીજા વિદ્વાનોનું કહેવું છે કે સિંહ માનવવસ્તીની ખૂબ નજીક રહે છે અને કોઈપણ વ્યક્તિ સિંહને છંછેડે તો સિંહ હુમલો કરે છે. આ બધી ચર્ચા વચ્ચે પાલીતાણા પાસે એક એવો બનાવ બન્યો કે જેમાં કાળુભાઈ નામની એક વ્યક્તિને સિંહે દબોચી લીધો. કાળુભાઈના પગ ઉ...
                                                             ભારત-અમેરિકા અને ચીન                                                                                   -  પ્રવીણ ક. લહેરી ૧૯૫૦ના દશકામાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તટસ્થતાની વિદેશનીતિ અખત્યાર કરી અને ક્રમશઃ બીનજોડાણવાદી દેશોની સંખ્યા વધી તેનાથી અમેરિકા ભારત સાથે નારાજ રહેલું છે. ૧૯૬૦માં ચૂંટાયેલા યુવાન પ્રેસીડેન્ટ જહૉન કૅનેડીની લાગણી ભારત સાથે જોડાયેલી હતી. તેમણે પંડિત જવાહરલાલ નહેરુને નિમંત્રણ આપીને ખાસ કરીને ચીન સાથેનો આપણો વ્યવહાર બગડ્યો હતો ત્યારે અમેરિકાએ ભારતના પક્ષે રહેવું પસંદ કર્યું હતું. ૨૩મી નવેમ્બર ૧૯૬૩ના રોજ ખૂબ ભેદી સંજોગોમાં શ્રી જહૉન કૅ...