Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 126
                                         પ્રાચીન ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ                                                                      પ્રવીણ ક. લહેરી ભારતમાં આઝાદી પહેલાં અને આઝાદી બાદ જે ઈતિહાસ ભણાવવામાં આવ્યો તેમાં ભારતના ભવ્ય વારસાને નજરઅંદાજ કરવામાં આવ્યો છે તે આક્ષેપમાં હવે સૌને તથ્ય જણાય છે. આપણી શિક્ષણ પ્રણાલીમાં મૌખિક પાઠ અને યાદશક્તિનું અનેરું મહત્ત્વ રહ્યું છે. આના કારણે વેદ સહિત અનેક ગ્રંથો પંડિતોના સ્મરણમાં રહ્યા, તેનું સંક્રમણ પેઢી દર પેઢી થતું રહ્યું. ગુલામીના કાળમાં સનાતન ધર્મને સબળ બનાવવા માટે ખાસ કરીને ઈસ્લામ-ખ્રિસ્તીઓના એક જ ગ્રંથમાં સંપૂર્ણ શ્રદ્ધા અને એકેશ્વરવાદ તેમજ મૂર્તિપૂજાના વિરોધની અસર હેઠળ સનાતન ધર્મના સુધારકોમાં અમુક સુધારકોએ વેદને શાશ્વત સત્ય કહીને સનાતન ધર્મને ગ્રંથ આધારિ...