જાહેર સેવા મા૮ે પસંદગીમાં ગુણવત્તાનું મહત્ત્વ - પ્રવીણ ક. લહેરી પ્રાચીન સમયમાં રાજ્યના સંચાલન માટે અભ્યાસુ અને હોશિયાર વ્યક્તિઓની પસંદગી માટે ચીનમાં ખૂબ લાંબા નિબંધો લખાવી તેનું મૂલ્યાંકન તટસ્થ નિષ્ણાતો પાસે કરાવી રાજ્યના મહત્ત્વના પદો માટે યુવાનોની પસંદગી થતી હતી. આવી નિમણૂક પામેલી વ્યક્તિઓ ‘મેન્ડેરીન’ના નામે ઓળખાતી હતી. સમ્રાટ દ્વારા તેમની પસંદગી ચીનની સનંદી સેવાના નવ ઉચ્ચતર પગારધોરણમાં કરવામાં આવતી હતી. પરીક્ષામાં કન્ફૂશ્યસના તત્વજ્ઞાનની જાણકારી ઉપર ભાર મૂકવામાં આવતો હતો. ‘મેન્ડેરીન’ શબ્દની વ્યુત્પતિ માટે સંસ્કૃતનો ‘મંત્રી’ શબ્દ હોય શકે તેવી ધારણા સહિત જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. ‘મેન્ડેરીન’ ચીનની એક સમયની સત્તાવાર ભાષાનું નામ છે. ...
Posts
Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 193