Posts

Showing posts from October, 2023
                                 ભારતને મહાસત્તા બનાવવા માટે નાગરિકો શું કરી શકો ?                                                                                 પ્રવીણ ક. લહેરી તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતના યજમાન પદે મળેલી જી-૨૦ (મહત્ત્વના ૧૯ દેશો અને યુરોપિયન યુનિયન)ની મળેલી બેઠકનું સંકલ્પપત્ર સર્વાનુમતીએ સ્વીકારવામાં આવ્યું તે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક નેત્રદીપક સિદ્ધિ છે. ‘દિલ્હી ડૅકલેરેશન’ એ એક વિગતપૂર્ણ દસ્તાવેજ છે જે વિશ્વમાં વિકાસ દ્વારા માનવજાતિની અનેક સમસ્યાના નિરાકરણ સાથે સર્વાંગી વિકાસ,  સૌનો વિકાસ અને સંતુલિત વિકાસનું ધ્યેય હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કરે છે. જી-૨૦ના દેશોમાં ૮ વિકસીત દેશો અને ૧૧ વિકસીત દેશો છે. યુરોપિયન દેશોમાં થોડા અપવાદો સિવાયના દેશો વિકસીત ...
                               ભારતને મહાસત્તા બનાવવા માટે નાગરિકો શું કરી શકે ?                                                                             - પ્રવીણ ક. લહેરી આઝાદીનો અમૃત મહોત્સવ ૧૫મી ઑગસ્ટ ૨૦૨૧ના રોજ શરું થયો ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આહ્‌વાન કર્યું હતું કે અમૃત જયંતિના વર્ષમાં ઑગસ્ટ-૨૦૨૧-૨૦૨૨ વચ્ચે દરેક નાગરિક અને સંસ્થા સંકલ્પ કરીને દેશના વિકાસ કે પ્રજાકલ્યાણનું કાર્ય કરે. આપણો દેશ અને સમગ્ર વિશ્વ આ સમયે કોરોના મહામારીમાંથી બહાર આવીને જનજીવન સામાન્ય બને, આર્થિક ગતિવિધીઓ સામાન્ય બને, વિકાસ દરમાં વૃદ્ધિ થાય અને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં જે હાનિ થઈ હતી તે ભરપાઈ થાય તે માટે પ્રયત્ન કરતું હતું. સદ્‌નસીબે વર્ષ ૨૦૨૨થી માનવજાત કોરોનાની કાળમુખી ચુંગાલમાંથી બહાર આવી ફરી પ્રગતિના પંથે ચાલવા લાગ્યું હ...
                                            ઑકટોબર : એક આગવો ઐતિહાસિક મહિનો (૨)                                                                                      - પ્રવીણ ક. લહેરી ઑકટોબરનો અંતિમ દિવસ : એકત્રીસમી ઑકટોબર ૧૯૮૪ સુધી સરદાર સાહેબની જન્મજયંતિ તરીકે ઉજવાતો હતો. સરદારની સાચી જન્મ તારીખ કઈ છે તે કોઈ જાણતું નથી. પોતાની મેટ્રિકની પરીક્ષામાં ફોર્મમાં સરદારે જન્મ તારીખ સામે તા.૩૧ ઑકટોબર ૧૮૭૫ લખ્યું તે તારીખ સ્વીકારીને જન્મદિન મનાવીએ છીએ. સરદાર એક એવું વ્યક્તિત્વ છે જે ગુણોનો ભંડાર છે. તે આદર્શોમાં દૃઢ શ્રદ્ધા રાખે છે પણ સંજોગાનુસાર આદર્શ છોડીને વ્યવહારિક થવામાં સરદારે કદી ક્ષોભ કે સંકોચ અનુભવ્યો નથી. સરદારમાં નેતૃત્વના ઉમદા ગુણો છે પણ સાથે સાથે એક સૈનિક જેવી શ...
                                           ઑકટોબર : એક આગવો ઐતિહાસિક મહિનો                                                                           - પ્રવીણ ક. લહેરી ઑકટોબર માસ આવે એટલે નવરાત્રિ, શરદપૂનમ, મહાપર્વ દિવાળીના પાંચ દિવસો - વિક્રમ સંવતનું નવું વર્ષ અને ભાઈબીજ સાથે આપણા ભારત દેશની ચાર વ્યક્તિ વિશેષની યાદ આવે. બીજી ઑકટોબર એટલે મહાત્મા ગાંધીની અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ. એકત્રીસમી ઑકટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતિ અને શ્રીમતી ઈન્દિરા ગાંધીની શહીદીની પૂણ્યતિથી. આ ચારેય મહાનુભાવોના આપણે સદાય ઋણી રહેશું. આજના મહાસત્તા બનવા માટે મક્કમ ડગલે આગળ વધતાં દેશે આ ચારેય આગેવાનોના જીવનમાંથી અનેક બાબતે પ્રેરણા લેવા જેવું છે. આજે જે ભારત છે તેના આ ચાર ઘડવૈયાઓ છે. તેમના પ્રદાનને અવગણી મ...