વિદુર નીતિ પ્રવીણ ક. લહેરી આપણા જાણીતા ભજન ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ની એક પંક્તિ છે; ‘‘દુર્યોધનકા મેવા ત્યાગો, સાગ વિદુર ઘર ખાયી’’ શ્રીકૃષ્ણએ જેને મહત્ત્વ આપ્યું તેવા મહાત્મા વિદુર મહાભારતનું એક વિશિષ્ટ પાત્ર છે. હસ્તિનાપુરની ગાદી પર વંશજ પ્રાપ્ત કરવાની લાલસાએ સત્યવતી પોતાના પતિ વિચિત્રવીર્યના અવસાન બાદ કાશીનરેશની પુત્રી અંબિકા, અંબાલિકાનું ભીષ્મ દ્વારા હરણ કરાવી વેદવ્યાસ દ્વારા નિયોગથી સંતાન પ્રાપ્તિનો પ્રયાસ કરે છે. વેદવ્યાસના દેખાવથી ડરેલી અંબિકા આંખ મીંચી લેતા સંભોગ બાદ જે પુત્રનો જન્...
Posts
Showing posts from June, 2022
- Get link
- X
- Other Apps
સનંદી સેવા અને સુશાસન-૨ પ્રવીણ ક. લહેરી સનંદી, વહીવટી સેવાનો મુળભૂત હેતુ રાજ્ય દ્વારા સુશાસન આપવાનો છે. આ કાર્ય કઠીન છે. લોકો પોતાના સ્વાર્થ, અહ્મ, લોભ, લાલચ અને ઈર્ષ્યાને વશ થઈને અન્યને નુકશાનકારક વર્તન કરતા હોય ત્યારે તેમને કાયદાના શાસન થકી અંકુશમાં રાખવા એ વહીવટની પ્રાથમિક જવાબદારી છે. જે જે દેશોમાં સામ્યવાદનો પ્રયોગ થયો ત્યાં સરમુખત્યારનું શાસન જ આવ્યું. યુરોપની વિકસીત લોકશાહીમાં નાગરિકોની સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય મેળવવાની સરળતા રહી છે. જે લોકશાહી દેશમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ અતિ વિષમ છે ત્યાં મૂડીવાદીઓની પકડ સમગ્ર સરકાર પર...
- Get link
- X
- Other Apps
સનંદી સેવા મા૮ે આત્મખોજનો અવસર પ્રવીણ ક. લહેરી લોકશાહી અને કાયદાના શાસન ધરાવતા દેશ માટે સક્ષમ, તટસ્થ, નિષ્ઠાવાન, પ્રમાણિક અને સેવાભાવી અધિકારીઓની આવશ્યકતા રહે છે. ઈસવીસન પૂર્વ ચીનમાં ‘મેન્ડેરીન’ રાજ્યના ઉચ્ચ અધિકારીઓની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ગુણવત્તાના ધોરણે કરવાની પ્રથા આજે પણ અનેક દેશોમાં અપનવોલી છે. અર્વાચીન યુગમાં ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને અમેરિકાના આઝાદી સંગ્રામ બાદ બંધારણ આધારિત, નાગરિકોના મુળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર અને અંકુશ દ્વારા સંતુલન (ચેક એન્ડ બેલેન્સ) જાળવવાના પ્રયાસોના ભાગરૂપે તમામ વિકસીત દેશોમાં વહીવટી સેવા જુદા જુદા સ્વરુપે અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં ...