Posts

Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 93
                                                     પર્યાવરણ જતનના પચાસ વર્ષ                                                                                        પ્રવીણ ક. લહેરી દર વર્ષની જેમ આ વર્ષે ૫મી જૂનના દિવસે આપણે ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરી ત્યારે સ્વાભાવિક રીતે આપણે સૌએ પર્યાવરણના બગાડના કારણે જે ભવિષ્યની ગંભીર સ્થિતિ થવાની છે તેની અંગે ચિંતા થઈ. પર્યાવરણનો પ્રશ્ન કે સમસ્યા હવે તો એક વિકરાળ કટોકટીનું રૂપ ધારણ કરી ચૂકી છે. વિકાસની આપણી વ્યાખ્યા અને ઉપભોકતાવાદના કારણે આપણે પર્યાવરણના મુદ્દે ઘોર ઉપેક્ષા સેવી છે. આના જોખમી પરિણામોનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. શિયાળામાં અતિશય ઠંડી, ઉનાળામાં તીવ્ર ગરમી અને ચોમાસામાં અતિવૃષ્ટિ ...