Posts

Showing posts from December, 2023
                                             વર્ષ ૨૦૨૩ : ઊથલ પાથલનું વર્ષ                                                                     પ્રવીણ ક. લહેરી સમયની સતત વહેતી સરિતામાં અનેક ઘટનાઓ તેના વહેણમાં લુપ્ત થઈ જાય છે. સમયની રેત પર વિશિષ્ટ વ્યક્તિઓ અને બનાવોના પગલાં પડે છે પણ હવાના ઝોકા સાથે કે ભરતીના મોજા સાથે તે પણ ભૂંસાઈ જાય છે. કાળની ગતિ અકળ છે.  સૌથી પ્રથમ આપણે વિશ્વનો વિચાર કરીએ તો દુનિયાની કુલ વસ્તીનો આંક વર્ષ ૨૦૨૩માં આઠ અબજને પાર કરી ગયો. એપ્રિલ-૨૦૨૩માં ચીનની વર્તમાન વસ્તી ૧૪૨.૫૭ કરોડ લોકો સામે ભારતની વસ્તીનો આંક ૧૪૨.૮૬ પાર કરતાં આજે ભારત દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત આજે સૌથી વધારે યુવાવસ્તી ધરાવતો દેશ છે. જેમાં ૧૮ થી ૬૩ વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ કુલ વસ્તીના ૬૮ ટકા છે. લગભ...
                                                અસલી-નકલીની ગોલમાલ                                                                        પ્રવીણ ક. લહેરી વર્ષ ૨૦૨૩ની વિશેષતા એ રહી કે વર્ષ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયના અધિક નિયામકથી શરું કરીને બોગસ સરકારી કચેરી, તદ્દન બોગસ ટોલનાકું સહિત અનેક છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા. આપણા દેશમાં ભેળસેળ, ગોલમાલ અને બનાવટી વસ્તુઓનું પ્રમાણ એટલી ઝડપે વધી રહ્યું છે કે લોકો ગંભીર મુંઝવણ અનુભવી રહ્યા છે. શું સાચું ? અને શું ખોટું ? તે નક્કી કરવું મુશ્કેલ બનતું જાય છે. સૌને ટૂંકા માર્ગે ધન ઉપાર્જન કરવું છે. પૈસો કમાવવાના લક્ષ્ય સામે બીજી તમામ બાબતો ગૌણ છે તેવી મનોવૃત્તિ આપણને ક્યાં દોરી જશે તેનો અંદાજ લગાડવો મુશ્કેલ છે. ત્વરિત ધનિક થવા માટે આજે સમાજની અનેક વ્ય...
                                         માનસિક આરોગ્ય માટે કાળજી જરૂરી                                                                       - પ્રવીણ ક. લહેરી આજના વ્યસ્ત જીવનમાં સ્પર્ધાઓ, પડકારો, અપેક્ષાઓ, દેખાદેખી અને યેનકેન પ્રકારે ધાર્યું કરવાની મનોવૃત્તિ સર્વત્ર જોવા મળે છે. આના કારણે પેદા થતો તણાવ આપણા ધ્યાન બહાર આપણા મનને અસ્વસ્થ કરે છે. આપણા સામાજિક અને પારિવારિક માહોલમાં આવેલ ફેરબદલને કારણે, ખાસ કરીને મોબાઈલ ફોનના વળગણમાં વ્યક્તિ સ્વકેન્દ્રી બની છે. મિત્રો સાથે પ્રત્યક્ષ કરતાં પરોક્ષ સંવાદ જ થાય છે. આત્મિયતા, હૂંફ, કાળજી અને સહજીવનનો આનંદ ભૂતકાળની હકીકતો બની રહી છે. આવી પરિસ્થિતિમાં માનસિક વ્યગ્રતા વધવા માટેના ઘણાં કારણો છે. માનસિક બિમારીઓના કારણે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. માનસિક ઉગ્રતા અનેક પ્...
                                               માનસિક આરોગ્ય અંગે ચિંતા                                                                      - પ્રવીણ ક. લહેરી આપણામાં ઉક્તિ છે કે ચિંતા ચિતા સમાન છે. ચિંતા આપણને મુંઝવે છે, નિરાશ કરે છે, આપણા આત્મવિશ્વાસને વિચલિત કરે છે. મનની સતત ચિંતા શરીરના સંચાલનને ખોરવી નાખે છે. આરોગ્ય ક્ષેત્રમાં સાયકો-સોમેટ્રિ્‌ક : મનપ્રેરિત શારીરીક રોગોનું શાસ્ત્ર વિકસ્યું છે. ચિંતાના કારણે વ્યક્તિને અનેક લોકોને વિવિધ રોગોના લક્ષણો જણાય છે. ક્રમશઃ તે વાસ્તવિક સ્વરુપ ધારણ કરી વ્યક્તિને ખરેખર બિમાર પાડે છે. ચિંતાના કારણે અનિદ્રા, ભૂખ ન લાગવી, ખાવામાં અકરાંતીયા થવું, વારંવાર ચિડાઈ જવું, અન્ય પર શંકા કરવી, કામમાં રુચિ ન રહેવી કે સુનમુન થઈ બેસી રહેવા જેવી સ્થિતિ સર્જાય છે. આવી વ્...