લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવાના લાભો પ્રવીણ ક. લહેરી ચૂંટણી લોકશાહીનો પ્રાણ છે. મુક્ત રીતે, તટસ્થ અને શાંતિપૂર્ણ ચૂંટણી એ લોકશાહીની પૂર્વશરત છે. સત્તાનો મોહ ચૂંટણીમાં ગેરરીતિઓ, ધાકધમકી, જ્ઞાતિવાદ, હિંસા, બોગસ વોટિંગ, અફવાઓ અને ધર્મ-ભાષાના નામે વોટબેન્કો બનાવવાની પ્રક્રીયામાં વ્યક્ત થાય છે. ‘‘પ્રેમ અને યુદ્ધમાં સઘળું સારું જ છે.’’ તેમ માનીને ચૂંટણી પણ સ્વસ્થ સ્પર્ધા રહેવાના બદલે ગળાકાપ હરિફાઈ બની જાય છે. અનેક દેશોમાં ચૂંટણીમાં થયેલ ગોટાળાના કારણે લોકશાહીનો મૃત્યુઘંટ વાગ્યો છે. ચૂંટણીની પ્રક્રીયામાં ખોટું કરવાનો અવકાશ ન રહે તે માટે જનજાગૃતિ, ચુસ્ત વહીવટી વ્યવસ્થા, પક્ષ અને ઉમેદવારો માટે આચારસંહિત અનિવાર્ય છે....
Posts
Showing posts with the label MEGHDHANUSGH ARTICLE NO. 97