ચૂંટણીનો ચકરાવો પ્રવીણ ક. લહેરી લોકશાહીમાં સત્તાની સોંપણી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને કરવા માટે ચૂંટણીએ પાયાની પ્રક્રીયા છે. સત્તાનું આકર્ષણ અદમ્ય છે. અન્ય લોકો મારા તાબે રહે, લોકો પાસે કર ઉઘરાવી હું મારી રીતે શાસન કરું, વિરોધીઓને ડરાવીને ટીકા કરતાં રોકું, પાંચ-સાત પેઢી તરી જાય તેટલું નાણું એકત્ર કરું. શક્ય તેટલું લાંબુ શાસન કરું, સગાવ્હાલાં મિત્રોને ન્યાલ કરું, લોકો મારી વાહવાહ કરે એવા અનેક વિચારો, રાજકારણીઓ મનમાં વાગોળાતા હોય છે. ચૂંટણી એ સત્તાની સીડી હોય તેના પર ઝડપથી ચડી સિંહાસને બિરાજમાન થવા...
Posts
Showing posts from November, 2022
- Get link
- X
- Other Apps
રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી (કલાપી) પ્રવીણ ક. લહેરી પ્રેમ અને સંવેદનાના કવિ કલાપીના પંખીઓને ઉદ્દેશીને લખેલા; ‘‘હે પંખીડા સુખેથી ચણજો’’ કાવ્યની આ અંતિમ પંક્તિ વાંચીએ ત્યારે સમાજમાં વ્યાપેલી ક્રુરતા કે જેનો ભોગ દલિતો, આદિજાતી, મહિલાઓ, વંચિતો, બાળકો, દિવ્યાંગો હરહંમેશા બનતા રહે છે. તેના સમાચાર વાંચીને આપણું સમગ્ર વ્યક્તિત્વ હ...
- Get link
- X
- Other Apps
વિક્રમ સંવત ૨૦૭૯ કેવું નિવડશે ? પ્રવીણ ક. લહેરી દિવાળીની પૂર્તિઓમાં આપ સૌએ રાશિ ભવિષ્ય વાંચ્યું હશે. કોઈ સારું તો કાંઈક અમંગળ બનવાનો ઉચાટ અનુભવ્યો હશે. આપણે ગ્રહોની ચાલ પ્રમાણે નહીં પણ આજના વિશ્વની વાસ્તવિકાને આધારે આગામી વર્ષ કેવું નિવડશે તેનો વિચાર કરીએ તે જરૂરી છે. જે થવાનું હશે તે થશે. માણસ ભલે આશા રાખે પણ ધાર્યું તો ધરણીધરનું જ થાય તેવા પ્રારબ્ધવાદથી દૂર રહી નવા વર્ષે પોતાના વ્યક્તિત્વને વિકસાવવા કરેલા સંકલ્પો, સાંપ્રત સમયની સમસ્યાઓ સુલઝાવવાના પ્રયત્નો અને અંતરાયોનો વિચાર કરીએ તે જરૂરી છે. વિક્રમ સંવત ૨૦૭૮નું વર્ષ સમગ્ર વિશ્વને માટે પડકારરૂપ રહ્યું છે. કોરોનાની મ...
- Get link
- X
- Other Apps
ભારતીય મૂળના લોકો અને ઋષિ સુનકની સિદ્ધિ પ્રવીણ ક. લહેરી વિશ્વના ૧૯૨ જેટલાં દેશોમાંથી અંદાજે ૧૬૦ જેટલાં દેશોમાં ભારતીયો સ્થાયી થયા છે. અંદાજે ૨ કરોડ જેટલા ભારતીયો તો આઝાદી બાદ અન્ય દેશોમાં ઉજ્જવળ તકનો લાભ લેવા પહોંચ્યા છે. અમેરિકા, કૅનેડા, ઓસ્ટ્ર્ેલિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ્, યુરોપના દેશોમાં અભ્યાસાર્થે ગયેલા અનેક વિદ્યાર્થીઓએ ત્યાં જ કારકિર્દી ઘડી સફળતા હાંસલ કરી છે. અમેરિકાની અવકાશ એજન્સી ‘નાસા’ હોય કે બ્રિટનની આરોગ્ય સેવા હોય, સિલિકોન વેલીનો ડિઝીટલ ઉદ્યોગ હોય કે અમેરિકાની હૉટેલ-મોટેલ હોય, ઇંગ્લેન્ડની કોર્નર સાઈડ શોપ હોય કે યુનાઈટેડ આરબ એમિરેટનો બાંધકામ ઉદ...