આંદામાન-નિકોબારની આદિજાતિઓનું અનોખું જીવન પ્રવીણ ક. લહેરી આજે માનવ સભ્યતાનો વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત થયો છે. પરંતુ અગાઉ આપણા પૂર્વજો ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જીવતા હતા. મુખ્યત્વે જંગલી પેદાશો એકત્ર કરવી અથવા તો વનમાં રહેતા પ્રાણીઓના શિકાર દ્વારા ગુજરાન કરતા હતા. આપણા પૂર્વજો ક્રમશઃ ખેતી, ઉદ્યોગ તરફ વળ્યા અને વિકસિત સમાજનું નિર્માણ થયું. આમ છતાં આજે વિશ્વમાં અનેક જગ્યાએ અમુક જાતિના લોકો જીવનની પ્રાથમિક અવસ્થામાં રહીને વિકસિત સમાજ સાથે જોડાવાનો ઇન્કાર કરે છે. ભારતીય ઉપખંડની પૂર્વ દક્ષિણ દિશા ઉપર જે ટાપુઓનો સમૂહ છે તે આંદામાન અને નિકોબાર ટાપુઓ તરીકે ઓળખાય છે. ત્યાં રહેતા ગ્રેટ આંદામાનીઝ અને ઓંગે જાતિના લોકો વિકસિત સમાજ સાથે ક્રમશઃ જોડાતા જાય છે પરંતુ સેન્ટિનેલીઝ, જારવા જાતિના...
Posts
Showing posts from March, 2026
- Get link
- X
- Other Apps
કલા અને સાંસ્કૃતિક વારસાનું જતન પ્રવીણ ક. લહેરી સુરતમાં આપણી કલા અને સંસ્કૃતિનું જતન કરતી સંસ્થા એટલે કલાતીર્થ ટ્રસ્ટ. શ્રી રમણીકભાઈ ઝાપડિયા દ્વારા કલાતીર્થ દ્વારા અનેક કલાકારોની કળાને ગ્રંથસ્થ કરી નિઃશુલ્ક રીતે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ સુધી પહોંચાડવાનું કામ ખૂબ ખંતથી અને નિષ્ઠાથી કરી રહ્યા છે. તાજેતરમાં કલાતીર્થ તરફથી ગાંધીયુગના ચિત્રકાર સરલાદેવી મજુમદાર અને અમદાવાદના હઠીસિંહ જૈન મંદિરની કલાની સાચી અને વિસ્તૃત ઓળખ આપતા બે ગ્રંથો પ્રકાશિત થયા છે. આ બંને ગ્રંથો ગુજરાત માટે અમૂલ્ય વારસારૂપ છે. સરલાદેવી મજુમદાર દ્વારા ગાંધી વિચારધારાને આત્મસાત કરીને ગાંધીયુગની ચેતનાને સચિત્ર રીતે રજૂ કરવામાં તેમનું કાર્ય અદ્વિતીય છે....
- Get link
- X
- Other Apps
ઈરાન ઈઝરાયલ યુએસએ યુદ્ધ પ્રવીણ ક. લહેરી અનેક વર્ષોથી ઈરાન વ્યાપક વિનાશના શસ્ત્રો અને એટમબૉમ્બ બનાવી રહ્યું છે તેવી વાત અમેરિકા અને ઈઝરાયેલ તરફથી વારંવાર કહેવામાં આવતી હતી. બે વર્ષ પહેલા હમાસ અને હિજબુલ્લાહના આરબ જૂથોએ ઈઝરાયેલ સામે કરેલ અચાનક હમલાને અને ત્યાર બાદ ઉપરોકત બંને સંગઠનોને ટેકો આપતા ઈરાનને બોધપાઠ ભણાવીશું તેવી ધમકી ઈઝરાયેલ અને અમેરિકા તરફથી મળી રહી હતી. થોડા મહિના અગાઉ ઈઝરાયેલના યુરેનિયમના જથ્થાનું વિનાશ કરવા માટે અતિ આધુનિક પ્રોટેન્ગ બોમ્બ દ્વારા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને હજારો...
- Get link
- X
- Other Apps
શહેર અને સમાજનો વિકાસ - પ્રવીણ ક. લહેરી આપણાં દેશમાં અનેક વખત કડવો અનુભવ થાય છે કે જે લોકો પાયાનું કામ કરે છે, તેઓ સાવ ભુલાઈ જાય છે. મુંબઈ જેવા મહાનગરમાં જેઓને મુંબઈના શિલ્પકાર કહી શકાય તેવા નાના શંકર શેઠનું નામ આજે કોને યાદછે? વર્ષ ૧૮૦૩માં જન્મ અને વર્ષ ૧૮૬૫માં અવસાન પામેલા નાના જગન્નાથ શંકર શેઠ એક દૂરંદર્શી, પરોપકારી, ઉદ્યોગ સાહસિક અને શિક્ષણવિદ હતા. તેઓએ એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૮૨૨માં માત્ર ૧૯ વર્ષની વયે તેમણે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. વર્ષ ૧૮૫૩માં સર જમશેદજી જેજીભોય સાથે મળીને તેમણે ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા રેલ્વેની સ્થપાના કરી હતી અને આજ...
- Get link
- X
- Other Apps
ગાંધી વૈદ્યનું સહિયારું - પ્રવીણ ક. લહેરી આ ગુજરાતીની કહેવત કેટલા સમય પહેલા બની હશે તે હું નથી જાણતો પરંતુ એક વાત નિશ્ચિત છે કે આજે આ કહેવત ડૉક્ટરો અને દવાના ઉત્પાદકો વચ્ચેની સાંઠગાંઠને કારણે સાવ વાસ્તવિક હોય તેવો આપણને સૌને અનુભવ છે. મારી જેમ એંશી વર્ષ પાર કરીને જે સુપર સિનિયર સિટીઝનો હશે તેમને ખ્યાલ હશે કે અગાઉ ડૉક્ટરો પોતેજ જુદા જુદા મિશ્રણો (ર્ઝ્રદ્બર્ેહઙ્ઘ) બનાવીને દર્દીઓને આપતા હતા. અગાઉ એલોપથીમાં પણ શરીર પોતાની મેળે સાજુ થાય છે અને તે પ્રક્રિયાને ટેકો આપવા માટે ચોક્કસ રસાયણોનો ઉપયોગ થતો હતો. આજે આ પરિસ્થિતિમાં ખૂબ મોટો ફરક આવ્યો છે. અગાઉ હોમિયોપથી, નેચરોપથી, યુના...