Posts

Showing posts with the label MEGHDHANUSH ARTICLE NO. 194
                              જાહેર સેવા માટે પસંદગીમાં ગુણવત્તાનું મહત્ત્વ                                                                - પ્રવીણ ક. લહેરી કોઈપણ વ્યક્તિ સત્તાસ્થાને બિરાજે તેની સાથે તેમની માનસિકતામાં જબરજસ્ત પરિવર્તન આવે છે. માનવ સ્વભાવમાં માયાના  પ્રતિનિધિ તરીકે રહેલી છે. વૃત્તિઓ બેફામ બની શકે છે. મદ (અહં) મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષા. ‘‘ હું સત્તા સ્થાને છું. અન્ય તમામે મારા આદેશ, આજ્ઞા, સૂચનાનું પાલન કરવું જ જોઈએ. મારા વિચારો જ શ્રેષ્ઠ છે અને તેનો વિરોધ કરનારા પામાર લોકોની સમજણ કેટલી ? ’’ આવો ભાવ શાસકને એક અદૃશ્ય કાચના પાંજરામાં કેદ કરી લે છે. આવી વૃત્તિ ગ્રામીણ કક્ષાએ તલાટીથી શરુ કરીને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને યથાતથા લાગુ પડે છે. સત્તા મેળવ્યા બાદ  ભાગ્યે જ કોઈને સત્તા છોડવી છે. સત્તા વિના પોતાનું અસ્તિત્વ શું ? ...