Posts

Showing posts from November, 2025
                                  ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુંઝવણ-૨                              પ્રવીણ ક. લહેરી ૭. યુનાઈટેડ કિંગડમ્‌ : ( યુ.કે.) ભારતીયના ૧૯ લાખ લોકોની વસ્તી સાથે યુ. કે. અભ્યાસ, રોજગારી અને નિવૃત્તિ માટે પણ અનેક ભારતીયોની પસંદગી રહ્યું છે. લંડનના પરાઓ લેસ્ટર, બર્મિંગહામ જેવા શહેરોમાં ભારતીય મૂળના લોકોની હાજરી તુરંત નજરે પડે છે. યુકેને ભારતીયો એક જમાનામાં શાંત અને સમૃદ્ધ દેશ તરીકે ઓળખતા હતા. આજે મુસ્લિમ જૂથો દ્વારા યુ.કે. ની શાંતિ હણાય છે. ઈસ્લામિક કટ્ટરવાદનો પ્રભાવ યુ.કે. માં ખૂબ વધતા ચિંતાનો માહોલ સર્જયો છે. યુ. કે. ના અર્થતંત્રમાં ભારતીય મૂળના લોકોનું પ્રદાન તમામ ક્ષેત્રે છે. યુ.કે. ના સૌથી ધનિક પરિવાર ‘હિંદુજા’ પરિવાર ભારતીય મૂળનું છે. ભવિષ્યે ધર્માંધતાના મુદ્દે યુ.કે. માં જે અશાંતિ ફેલાવાનો ભય છે તે વાસ્તવિક છે. ૮.  દક્ષિણ આફ્રિકા :  દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ શાસન દરમિયાન લઈ જવાયે...
                                               ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુંઝવણ                                પ્રવીણ ક. લહેરી ભૂતકાળમાં અનેક માનવ સમુદાયો વિવિધ કારણોસર વતનમાંથી હિજરત કરીને અન્ય પ્રદેશોમાં ગયા હતા. સ્થાનિક જગ્યાએ સર્જાયેલી મુશ્કેલીઓ અથવા વિદેશમાં સારા અભ્યાસ કે રોજગારી માટે જતાં ભારતીય મૂળના લોકો સમયાતંરે જે તે દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરી કાયમી ધોરણે ત્યાં વસવાટ કરે છે. પંદરમી સદીના અંત ભાગે ભારત આવનાર વાસ્કો ડી ગામાને દક્ષિણ આફ્રિકાથી આગળનો રસ્તો દર્શાવનાર કચ્છી કાનજી માલમ હતો. આ હકીકત દર્શાવે છે કે ભારતના લોકો વેપાર અર્થે સેંકડો વર્ષથી દરિયો ખેડતા આવ્યા છે. કોઈ વ્યક્તિ ટૂંકા સમય માટે વિદેશ જાય અને ત્યાં કાયમી વસવાટ કરે તેમાં ખૂબ મોટું અંતર છે. અંગ્રેજી શાસનકાળ દરમિયાન આફ્રિકા, દક્ષિણ અમેરિકા, વેસ્ટ ઈન્ડીઝ, મોરેશિયસ વગેરે સ્થળે ભારતીય શ્રમિકોને પરાણે લઈ જવા...
                                                                 બે શબ્દોનો જાદુ                                                                                - પ્રવીણ ક. લહેરી ‘વંદે માતરમ્‌’ ‘‘માતાને પ્રણામ’’ આ બે શબ્દોએ દેશના ૧૨૦ વર્ષના ઈતિહાસમાં ખૂબ મહત્વની ભુમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મબલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો છે. વંદે માતરમ્‌ એક સૂત્ર કે નારો નથી પરંતુ એ તો દેશ માટે દિલમાંથી ઊભરતું એક શક્તિશાળી  મોજું છે. સરદાર ભગતસિંહ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ સહિત સેંકડો યુવાનોએ જે દૃઢતા અને ભક્તિથી ફાંસીનો ગાળીયો ગળે નાખતા સમયે પૂરી તાકાતથી કહ્યું હતું. ‘‘ વંદે માતરમ્‌’’ કહીને તેમણે પોલીસની ગોળી છાતી પર ઝીલ...
                                                    ૫ેકેજિંગ : એક મોટી સમસ્યા                                                                             - પ્રવીણ ક. લહેરી તાજેતરમાં  દિવાળીના તહેવારો પૂરા થયા. દિવાળી એટલે ખરીદીની મોસમ. અનેકને બોનસ મળે અને અન્ય લોકો પોતાની ખરીદ શક્તિ પ્રમાણે ખર્ચ કરે. ખરીફ પાકની આવક સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ખરીદ શક્તિમાં નોંધપાત્ર  વધારો થાય. આ વર્ષે એક સર્વેક્ષણ પ્રમાણે ભારતના લોકોએ દિવાળીના તહેવારોમાં વિક્રમજનક ખર્ચ કર્યો  છે. એક અંદાજ પ્રમાણે દિપોત્સવીના તહેવારમાં રૂા.૬ લાખ કરોડનો ખર્ચ થયો છે. ખરીદીની પ્રક્રિયામાં પેકેજિંગનું મહત્ત્વ અનેરું છે. અગાઉ શણના કોથળા, કાપડની થેલીઓ, એલ્યુમિનિયમ  અથવા પતરાંની બેગો (પે...
                                               ગુજરાતના કિસાનો ૫ર કુદરતનો કહેર                                                                              - પ્રવીણ ક. લહેરી ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦માં થઈ તેના પ્રથમ ૪૦ વર્ષના સમયગાળામાં ૧૯૬૦ થી ૨૦૦૦ના વર્ષોમાં ગુજરાતે ૨૦ થી ૨૫ મર્યાદિત કે વ્યાપક દુષ્કાળો જોયા છે. ક્યારેક તો બે વર્ષ, ત્રણ વર્ષ અને ૧૯૭૦ થી ૧૯૭૪ના વર્ષોમાં ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર્‌, કચ્છ અને ઉત્તર ગુજરાતના પ્રદેશે લાગલગાટ ચાર-ચાર દુષ્કાળોનો સામનો કર્યો છે. આ ઘટના જે આજે ૫૦ વર્ષ થયા જેથી પ્રજામાં, સમાચાર માધ્યમોમાં અને સરકારમાં પણ ત્યારની રાહત વ્યવસ્થાની માહિતી અલ્પ હોય તે સમજી શકાય. વર્ષ ૨૦૦૦ બાદના આ ૨૫ વર્ષમાં નર્મદા યોજના અને સારા ચોમાસાઓએ ગુજરાતને દુષ્ક...
                                          ૫ડતર દિવસ : નડતરનો કે સગવડનો - પ્રવીણ ક. લહેરી ચંદ્રની કળા પ્રમાણે તિથિની ગણતરી થતી હોય તિથિ દિવસ કે રાત્રે ક્યારે બદલાય તે અંગે સમયની સમાનતા નથી હોતી. સામાન્ય નિયમ એવો છે કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે ગણવી. આના કારણે એવું બને કે આજે ચંદ્ર સૂર્યોદય સમયે ત્રીજમાં છે અને આવતીકાલે પણ ભલે અલ્પ સમયમાં ચંદ્ર ત્રીજની કળામાં હોય તો તેને વૃદ્ધિ તિથિ ગણીને આ પખવાડીયામાં બે ત્રીજ છે તેમ આપણે કહીએ છીએ. આનાથી વિરૂદ્ધ સ્થિતિમાં આજે સવારે સાતમ છે અને સૂર્યોદય પછી થોડા સમયે આઠમ શરૂ થાય છે. બીજે દિવસે સૂર્યાદય પહેલાં આઠમની કળા પૂરી થઈ હોય અને નવમીની કળા શરૂ થઈ હોય તો આપણે આઠમનો ક્ષય ગણીને સાતમ બાદ સીધી નોમ આવી જાય છે. પડતર દિવસ એટલે દિવાળીના દિવસે સવારે ચૌદસની ક...