Posts

Showing posts from May, 2026
                                                 સંત કબીર અને મહાત્મા ગાંધી-૨                                                                         - પ્રવીણ  ક. લહેરી (૩) નિડરતા ’’કબીર ખડા બજાર મેં, લિયે લુકાટી હાથ, જો ઘર ફૂંકે ઘર અપના સો ચલે હમારે સાથ,’’ ગાંધીજી પણ ચંપારણ સભાગૃહમાં આવેલ ત્યારે વિજય મોહન બાબુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા નામાંકીત વકીલોને સલાહ આપી કે આઝાદીનો આંદોલનમાં જે જોડાય તેમણે બધી વસ્તુઓના ત્યાગ કરવો જરુરી છે. ત્યાગ મુર્તિ સમા સરદાર વલ્લભભાઈ પટેલે એક સભામાં કહયું હતું, ’’હું ૧૯૧૭ માં ગાંધીજી સાથે જોડાયો ત્યારે અમદાવાદમાં મારી ધીકતી વકીલાત ચાલતી હતી, હું ખૂબ પૈસા કમાતો હતો, વૈભવી જીવન જીવતો હતો, મારા પોશાકો સૌથી સારા હતા અને મારા ઘરનું ફર્નિચર કદાચ તમામ ધનવા...
                                                 સંત કબીર અને મહાત્મા ગાંધી                                                                            - પ્રવીણ  ક. લહેરી ભારતના ઇતિહાસમાં અનેક મહાપુરુષોએ અદભુત પ્રદાન કર્યું છે પરંતુ બે વ્યક્તિઓ એવી છે કે જેમણે અંધશ્રદ્ધા દ્વારા થતા અત્યાચાર અને સામાજિક કુરુઢીઓને કોઈ શાસ્ત્ર કે શસ્ત્રથી નહિ, પરંતુ સત્ય અને પ્રેમથી પડકાર્યા છે. સંત કબીરે તેમની સાધુકડી બોલીમાં જે સાખી, દોહાઓ કે કાવ્યો આપણને આપ્યા છે તેમાં તમામ પ્રકારના સામાજિક દુષણોને તર્કબદ્ધ રીતે પડકારવામાં આવ્યા છે સાથે સાથે સચોટ ઉપમા દ્વારા સંતકબીર સામાન્ય માણસ સમજી શકે તેવા શબ્દો સાથે જે કાંઈ ખોટું થઈ રહ્યું હતું, જે કાંઈ અનિષ્ટ હતું, જે કાંઈ નુકસાન થતું હતું તેના માટે સબ...
                                               ભારતઃ આઝાદીના ઉષા :કાળે                                                                 - પ્રવીણ  ક. લહેરી ભારતની પ્રજાની અભૂતપૂર્વ જાગૃતિ જોતા બ્રિટીશ સરકારે ૧૯૩૫માં ક્રાંતિય સ્વાયત્તા માટેનું એક વિસ્તૃત કાયદો ઘડયો અને ૧૯૩૭થી તેને અમલમાં મુકવામાં આવ્યો. આ પ્રસંગે એ જાણવું રસપ્રદ બને તેમ છે કે અંગ્રેજોએ બનાવેલા ૧૯૩૫ના કાયદાની જોગવાઈઓ ભારતની બંધારણ સમિતિએ યથાતથા બંધારણમાં સમાવી છે. છેલ્લા ૭૫ વર્ષમાં આપણા બંધારણે લોકશાહી, લોકોના મૂળભૂત અધિકારો અને પંજાબ રાજયની વિભાવના અને આમુખમાં દર્શાવેલા ન્યાયની, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને સાકર કરવા માટે પ્રયત્ન કર્યો છે. લોકશાહીમાં લોકજાગૃતિ અને અન્યાય સામે લડવાની શકિત એ પૂર્વ શરતો છે. ૧૯૩૭માં પ્રાંતોમાં મળેલી કો...
                                              ભારત : આઝાદીનું આંદોલન                                                                    - પ્રવીણ  ક. લહેરી એક જમાનામાં ભારતને સોનાની ચિડિયા ગણવામાં આવતું હતું. મરી-મસાલા, કાપડ, હસ્તકલા અને હીરાના વેપાર થકી ભારતે વિદેશોમાંથી ઘણી સારી કમાણી કરતું. ૧૬૯૮માં કચ્છના કાનજીમાલમના માર્ગદર્શન હેઠળ કાલીકટ પહોંચેલા વાસ્કો દ ગામાની યાત્રાથી દરિયાઈ માર્ગે ભારત અને યુરોપ સાથે વેપાર પુનઃસ્થાપિત કર્યો હતો. આ વેપારમાં પોર્ટુગીઝ, સ્પેનીશ, ડેનીશ, ફ્રેંચ અને અંગ્રેજો સામેલ હતા. ઈ. સ.૧૬૦૦માં સ્થપાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ક્વિન વિક્ટોરીયા તરફથી પ્રમાણિત કર્યા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર વિકસાવ્યો હતો, પરંતુ સાથોસાથે ડચ, ફ્રેંચ અને પોર્ટુગીશને ભારતમાં વિશાળ ધોરણે વે...
                                                         વૃદ્ધોની વ્યથા                                                                          - પ્રવીણ  ક. લહેરી ભારત સહિત અન્ય દેશોમાં વૃદ્ધોની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. આજે જે લોકો વરિષ્ઠ નાગરિકો બન્યા છે, તેમના જીવનમાં દરેક ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો અનુભવવાનું સદભાગ્ય મળ્યું છે. બળદગાડાથી માંડીને સુપરસોનિક વિમાનની યાત્રા, હલેશા અને શઢથી ચાલતા સાધનોની જગ્યાએ અતિ આધુનિક સવલતો ધરાવતા ક્રૂઝ માટેના જહાજો, તાર અને ઓપરેટર મારફત જ વાત થઈ શકે તેવા ફોનની જગ્યાએ વિશ્વના કોઈપણ ખૂણે થોડીક જ સેકન્ડમાં સંપર્ક કરી શકાય તેવી આધુનિક મોબાઇલની સવલત આ સઘળું દર્શાવે છે કે આજના વૃદ્ધોની પેઢીએ ટેકનોલોજીના ક્ષેત્રે વિશ...