ભારતઃ આઝાદીના ઉષા :કાળે

                                                                - પ્રવીણ  ક. લહેરી

ભારતની પ્રજાની અભૂતપૂર્વ જાગૃતિ જોતા બ્રિટીશ સરકારે ૧૯૩૫માં ક્રાંતિય સ્વાયત્તા માટેનું એક વિસ્તૃત કાયદો

ઘડયો અને ૧૯૩૭થી તેને અમલમાં મુકવામાં આવ્યો. આ પ્રસંગે એ જાણવું રસપ્રદ બને તેમ છે કે અંગ્રેજોએ બનાવેલા ૧૯૩૫ના કાયદાની જોગવાઈઓ ભારતની બંધારણ સમિતિએ યથાતથા બંધારણમાં સમાવી છે. છેલ્લા ૭૫ વર્ષમાં આપણા બંધારણે લોકશાહી, લોકોના મૂળભૂત અધિકારો અને પંજાબ રાજયની વિભાવના અને આમુખમાં

દર્શાવેલા ન્યાયની, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને સાકર કરવા માટે પ્રયત્ન કર્યો છે. લોકશાહીમાં લોકજાગૃતિ અને અન્યાય સામે લડવાની શકિત એ પૂર્વ શરતો છે. ૧૯૩૭માં પ્રાંતોમાં મળેલી કોંગ્રેસની સરકારોએ

૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાથે રાજીનામા આપ્યા હતા. બ્રિટને ભારતીય આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના ભારતને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાણે ઝોંકયું હતું, તેના સામે પ્રચંડ વિરોધ કરતાં ૮મી ઓગસ્ટ ૧૯૪૨ના

રોજ ગાંધીજીએ દેશને બે ટૂંકા સૂત્રો આપ્યા. અંગ્રેજો માટે; “હિંદ છોડો” અને લોકોને કહ્યું; ‘‘કરેંગે યા મરેંગે.” ૧૯૪૨ની પ્રજાકીય ક્રાંતિ અભૂતપૂર્વ હતી. ઈ.સ. ૧૯૩૮માં બ્રિટિશ સરકારની નજરબંધીમાંથી નાસી છૂટેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભારતીય લશ્કરીના અધિકારીઓ અને જવાનો સાથે એક નવી ફોજની રચના કરી હતી. ત્યારબાદ ૧૯૪૩માં તેઓએ સબમરીનની દિલધડક મુસાફરી કરીને જાપાન પહોંચીને સિંગાપુરમાં રહેલા ભારતીય યુદ્ધ કેદીઓને પ્રેરિત કરી ‘આઝાદ હિંદ ફોજ’ની રચના કરી હતી. આ આઝાદ હિંદ ફોજે આસામના કોહિમા સુધી આગેકૂચ કરી ભારતની ભૂમિ ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. આંદામાન અને નિકોબાર ટાપુઓ જાપાન પાસેથી મેળવી ટાપુઓને શહીદ અને સ્વરાજ નામ આપી, આઝાદી પૂરતી હકૂમત હેઠળ મૂક્યા હતા. ૧૯૪૨ થી ૧૯૪૫ સુધી મહાત્મા ગાંધી જ નહી પરંતુ કોંગ્રેસનાં તમામ વરિષ્ઠ આગેવાનો અને લાખો કાર્યકર્તાઓને કોઈ કેસ ચલાવ્યા વિના જેલોમાં પૂરી દેવામાં આવ્યા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે બદઈરાદાથી લાખો ટન અનાજ લશ્કરી મોરચે મોકલી દેતા બંગાળમાં જે ભૂખમરો થયો અને લાખો લોકો વિના વાંકે મોતને ભેટ્યા તે હકીકતમાં તો બ્રિટિશ સરકારે એક મોટો માનવ સંહાર કર્યો હતો. ૧૯૪૫માં દ્વિતિય વિશ્વયુદ્ધ પુરું થતાં ભારતની પ્રજાને આઝાદી પ્રાપ્ત થવાની આશા હતી. શરૂઆતમાં ચર્ચિલની સરકારે ભારતના લોકો શાસન કરવા માટે લાયક નથી અને અંગ્રેજોએ જ તેમનો બોજો વોહરાવનો છે તેવી વાહિયાત વાતો દ્વારા આઝાદી આપવાનો ઇન્કાર કર્યો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ચર્ચિલના નેતૃત્વ અને રૂઢિચુસ્ત પક્ષને અંગ્રેજ પ્રજાએ જાકારો આપી મજૂર પક્ષના નેતા ક્લેમેન્ટ એટલીને બ્રિટનનાં નવા વડાપ્રધાન બનાવ્યા હતા. મજૂર પક્ષે જાહેર કરેલી નીતિ પ્રમાણે પ્રથમ લોર્ડ વેવંત અને ત્યારબાદ માઉન્ટબેટન ભારતની આઝાદી માટે કામ કરવાની સૂચના સાથે વાઇસપદે નિમવામાં આવ્યા હતા. ૬ સપ્ટેમ્બર ૧૯૪૬ લોર્ડ -ના સમયમાં જવાહરલાલ નહેરું દેશના વડાપ્રધાનપદે અને સરદાર પટેલને નાયબ વડાપ્રધાન પદે કોંગ્રેસની મધ્યવર્તી સરકાર રચાઈ હતી. ત્યારબાદ મુસ્લિમ લીગ તેમાં જોડાતા કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર બની. મુસ્લિમ લીગ મુસ્લમાનો માટે -પાકિસ્તાનની માંગણી માટે ઉગ્ર હતા. ભારત સરકારમાં વિખવાદો પેદા કરી દેશમાં અરાજકતા ફેલાય તે માટે મુસ્લિમ લીગ પ્રવૃત્ત હતી. મુસ્લિમ લીગના સર્વેસર્વા એવા મહમદઅલી ઝીણાના સીધા પગલાં (ડ્ઢૈિીષ્ઠં છષ્ઠર્ૈંહ) આહવાનને કારણે ૧૬ છેખ્તેજં ૧૯૪૬ના રોજ મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોમી દાવાનળ સળગ્યો હતો જેમાં હજારો નિર્દોષ માણસો મોતને ભેટ્યા હતા. સીધા પગલાનો દિવસ તો એક માત્ર ટ્રેલર હતું અને આઝાદી સાથે થયેલા દેશના વિભાજનમાં જે હિજરત, ખૂનો, બળાત્કારો અને અત્યાચારો થયા, તે માનવજાતના ઈતિહાસમાં એક કલંકિત પ્રકરણ તરીકે આપણી સામે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ બર્માના જંગલો પસાર કરીને આસામ પહોંચેલી આઝાદ હિંદ ફોજને પરાજીત કરવાનું અંગ્રેજોએ પુરી તાકાત લગાવી હતી. જાપાનની શરૂઆતની જીત બાદ છેખ્તેજં ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકીમાં ફેંકાયેલા અણુ બોમ્બમાંથી જાપાને પરાજય સ્વીકારી અમેરિકાનું શરણ સ્વીકારતા એશિયાના ઈતિહાસમાં એક મોટો વળાંક આવ્યો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝ આવી પરિસ્થિતિમાં જાપાન ગયા, રશિયા ગયા કે પછી ક્યાં ગયા, તેઓ પછી ભારત આવ્યા કે નહી? આ બધી બાબતો અંગે અનેક શંકા કુશંકા આજે પણ પ્રવર્તે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના બોધમાંથી પ્રેરણા લઈને જ્યારે ભારતીય નૌકાદળના સૈનિકોએ બ્રિટિશરો સામે બળવો પોકાર્યો ત્યારે બ્રિટનને સમજાયું કે હવે ભારત ઉપર શાસન કરવું અશક્ય છે. નવા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને અચાનક ૧૫ છેખ્તેજં ૧૯૪૭ના આઝાદીનો આઝાદી આપવાનો દિવસ ઠરાવીને બ્રિટનની સાંસદે ભારત-પાકિસ્તાન વિભાજન અને દેશી રાજ્યોને પોતાનો મન માન્યો નિર્ણય કરવાની સ્વતંત્રતા સાથે ભારતીય સ્વતંતત્ર્ય કાયદો પસાર કર્યો. અગાઉ જોઉં તેમ વિભાજન બાદ જે હિજરત અને કોમી હુલ્લડો થયા તેનાથી આજે પણ આપણને આઝાદી અધૂરી અને નિરાશાજનક લાગે છે. આઝાદી બાદ સરદાર પટેલે એક માર્મિક વાત કહી હતી. મહાત્મા ગાંધી દેશના ભાગલાની ભાગલા સામે સંપૂર્ણપણે વિરોધમાં હતા. પરંતુ અન્ય કોંગ્રેસી આગેવાનોએ વિભાજનનો નિર્ણય એટલે સ્વીકાર્યો કે મધ્યવર્તી સરકારમાં મુસ્લિમ લીગના પ્રતિનિધિઓનું જે વલણ હતું તે જોતાં તેમની સાથે રહેવામાં કોઈ સાર હતો નહી. અમને લાગ્યું કે આવી અરાજક્તાના માહોલ કરતાં ભાઈસાથનો જેમ બટવારો કરીએ તે તેના સુખ માટે કામ કરે અને આપણે આપણાં સુખ માટે. આઝાદી સમયે પાકિસ્તાનને આપેલા વિસ્તાર કરતાં ઘણો વધારે વિસ્તાર દેશી રાજ્યોને જોડીને એક થયો. રાજકીય રીતે નિર્માણ કર્યો છે. હવે આપણી જવાબદારી છે કે આપણે વિકાસ કરી છેવાડાના માનવીને સુખી કરીએ; “૧૯૪૭માં ભારતનો આર્થિક ઢાંચો વેરવિખેર હતો. ૩૪ કરોડની વસ્તીમાંથી લગભગ ૯૦% ગરીબી રેખા નીચે હતા. માથાદીઠ વાર્ષિક આવક રૂપિયા ૨૫૦ જેટલી હતી. વિદેશી મુદ્રા ભંડારમાં રૂપિયા ૧૧૦ કરોડ હતા. ૬૦% કરતાં વધારે લોકો પાસે લઘુત્તમ જરૂરિયાત પુરી કરવા માટે સંશાધનોનો અભાવ હતો. અનેક પરિવારો દિવસમાં એક ટંકનું ભોજન મેળવી શકતા હતા. વડાપ્રધાન નહેરુની દ્રષ્ટિ હતી કે આપણે રશિયા જેમ આયોજિત અર્થતંત્ર દ્વારા (પંચવર્ષીય યોજનાઓ દ્વારા) એક મજબૂત ભારતનું નિર્માણ કરીએ. એમણે ઓઈલ અને નેચરલ ગેસ કમિશન, ર્(ંદ્ગય્ઝ્ર), ઓટોમિક એનર્જી કમિશન, પ્લાનિંગ કમિશન, સ્ટીલ માટે મોટા સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું. ભારત સરકાર પાસે ભંડોળનો અભાવ નહોતો ત્યારે રશિયાની મદદથી આ પ્લાન્ટ ઊભા થયા હતા. દેશમાં અનાજનું ઉત્પાદનના ૭૨૦ લાખ ટન જેટલું હતું જે જરૂરતથી ખૂબ ઓછું હતું. વડાપ્રધાન નહેરુ અંગે આજે તો અનેક વાતો થાય છે તેના ઉપર દોષારોપણ કરવામાં આવે છે. પરંતુ તેમના ૧૯૪૬ થી ૧૯૬૪ સુધીના સતત ૧૭ વર્ષના શાસનમાં ધીમો પણ મક્કમ આર્થિક વિકાસ થયો તેનો ઇન્કાર થઈ શકે નહી. પંડિત નહેરુની દ્દૂરંદેશી ભક્તિ પ્રગતિનો અભિગમ, શિક્ષણ અને ખાસ કરીને ટેકનિકલ શિક્ષણ પર મૂકેલો ભાર અને ટેકનિકલ સંશોધનને આપેલું યોગદાન દેશના અર્થતંત્રના પાયોઓ મજબૂત કરવાનું નિમિત્ત બન્યા છે. આજે ભારત જયારે પાંચ ટ્રિલિયન ેંજી ડોલર અર્થતંત્ર બનવાનું અને ઈ.સ. ૨૦૪૭માં વિકસિત ભારત બનવાનું સ્વપ્ન જોવે છે ત્યારે આપણે નહેરૂના પ્રદાનને યાદ કરવું જોઈએ અને તટસ્થતાથી સમજવું જોઈએ.

Comments

Popular posts from this blog