ભારતનું પાંચ ટ્રિલીયન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન પ્રવીણ ક. લહેરી ભારતના અર્થતંત્રનું વર્તમાન કદ ૩.૨ ટ્રિલીયન યુ.એસ. ડૉલર છે. કોરોના કાળ પહેલાં આપણા અર્થતંત્રને પાંચ (પ) ટ્રિલીયન યુ.એસ. બનાવવાનું સ્વપ્ન વર્ષ ૨૦૨૨-૨૩માં સાકાર થશે તેવી આશા હતી. યુ.એસ, ચીન, જાપાન અને જર્મની પછી કુલ ઘરેલું ઉત્પાદનમાં (જીડીપી)માં વિશ્વમાં પાંચમા સ્થાને પહોંચેલું અર્થતંત્ર હાલ તો ૭ થી ૮ ટકાના દરે વિકસી રહ્યું છે. હાલની સ્થિતિ જોતાં ભારતનું ૫ ટ્રિલીયન યુ.એસ. ડૉલરનું અર્થતંત્રનું લક્ષ્યાંક પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૨૭ આસપાસ સાકાર થાય તેવી સંભાવના છે. જીડીપીની ગણતરી સાથે દરેક દેશમાં વસ્તુઓની કિંમતમાં મોટો તફાવત હોય છે. ધારો કે ભારતમાં સ...
Posts
Showing posts from October, 2022
- Get link
- X
- Other Apps
કૃષિ વિકાસ-૨ પ્રવીણ ક. લહેરી છેલ્લાં ૨૦ વર્ષમાં નર્મદાનો વિશાળ જળરાશી ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઉપયોગમાં આવતાં આ બે રાજ્યો કૃષિ ક્ષેત્રે અગ્રગામી બન્યા છે. બમણો કે તેથી વધારે કૃષિ વિકાસ દર હાંસલ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેધા પાટકર જેવા આંદોલનકારીઓએ ખોટો ઉપદ્રવ ન કર્યો હોત અને નર્મદાના ૨૯ લાખ મિલીયન એકર ફીટ પાણીનો વર્ષો અગાઉ ઉપયોગ થવા દીધો હોત તો દેશના વિકાસનું ચિત્ર ખૂબ સુંદર હોત. ભારતના ભાગે પંજાબમાં ત્રણ હિમાલય મૂળની નદીઓનો ઉપલબ્ધ જળરાશી ૨૩ મિલીયન એકર ફીટ છે. નર્મદાનો જળરાશી તેનાથી વધા...
- Get link
- X
- Other Apps
કૃષિ વિકાસ : પ્રશ્નો અને પુરુષાર્થની આગવી કહાણી પ્રવીણ ક. લહેરી ભારતીય અર્થતંત્રને અમેરિકાના પાંચ ટ્રિલીયન ડૉલરના કદ સુધી પહોંચાડવાનો સંકલ્પ શક્ય તેટલો વહેલો સાકાર કરવામાં કૃષિક્ષેત્રનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે. કૃષિની આવકનો વધારો સમગ્ર અર્થતંત્રને ગતિશીલ બનાવી અન્ય ક્ષેત્રો (ઉત્પાદન અને સેવાક્ષેત્રો)નો વિકાસ પણ ઝડપી બનાવી છે. કૃષિ આપણા અર્થતંત્રનું ચાલક બળ છે. આઝાદી સમયે અને તે પહેલાં આપણી ૩૦-૪૦ કરોડની વસ્તી માટે અનાજની ખૂબ તંગી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં પડેલા દુષ્કાળને નજરઅંદાજ કરી બ્રિટનના સામ્રાજ્યવાદી વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભ...
- Get link
- X
- Other Apps
પર્યાવરણના પાંચ શત્રુઓ-૨ - પ્રવીણ ક. લહેરી ૧. રસાયણ અને પેટ્રોરસાયણ : ઉર્જાના વપરાશની જેમ આપણી જીવનશૈલીમાં, દિનચર્યામાં અનેક રસાયણો અને પેટ્ર્ોરસાયણોનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ. ખોરાક, દવા, ખાતર, જંતુનાશક દવા, સાબુ, ટુથ પેસ્ટ, શેમ્પુ, પીણાં વગેરેમાં અનેક રસાયણોનો ઉપયોગ થાય છે. ગત વર્ષે ૨૦૨૧-૨૨માં રસાયણ અને પેટ્રો રસાયણનું ભારતમાં જે કુલ ઉત્પાદન થયું તેનું મૂલ્ય ૧૭૮ અબજ યુ.એસ. ડૉલર હતું. વર્ષ ૨૦૨૫માં આ મૂલ્ય વધીને ૩૦૦ અબજ ડૉલર થવાની ધારણા છે. હાલ પેટ્ર્ો કેમિકલ્સ અને કેમિકલ્સનો હિસ્સો કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૫ ટકા ...
- Get link
- X
- Other Apps
પર્યાવરણના પાંચ શત્રુઓ પ્રવીણ ક. લહેરી દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે તા.૫મી જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરીએ ત્યારે મનમાં ગ્લાની અને ચિંતાની તીવ્ર લાગણી થાય છે. શું આપણે ખરેખર પર્યાવરણના પ્રશ્નો અંગે સભાન છીએ ? શું આપણે પ્રદૂષણ થકી આપણી ભાવિ પેઢીના ભવિષ્યને જોખમમાં મૂકીને કુંભકર્ણ નિદ્રામાં પોઢી ગયા છીએ ? જે ઝડપથી ઋતુચક્ર પરિવર્તન થઈ રહ્યું છે અને આબોહવામાં અણધાર્યા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે આપણે અનેક સૂફીયાણી વાતો કરીએ છીએ. શું કરવું જરૂરી છે તેની યાદી પણ બનાવીએ છીએ. આપણા ઈરાદાઓ નેક હોય તો પણ આપણી જીવનશૈલી તો પર્યાવરણ માટે ઘાતક છે...